ટ્રેન્ડિંગમનોરંજન

લાઈવ પર્ફોર્મન્સમાં ઉદિત નારાયણે ફીમેલ ફેનને કરી લિપ કિસ, ટ્રોલ થયા તો શું કહ્યું?

  • લાઈવ પર્ફોર્મન્સમાં ઉદિત નારાયણે ફીમેલ ફેનને લિપ કિસ કરતા જબરજસ્ત ટ્રોલ થયા. તેમણે સફાઈ આપતા કહ્યું, વાતને વધારવાનો શું ફાયદો?

HD ન્યુઝ ડેસ્કઃ દુનિયાભરમાં ઉદિત નારાયણના અવાજના અસંખ્ય ચાહકો છે. ‘પહેલા નશા’, ‘જાદુ તેરી નજર’ જેવા ગીતો માટે પ્રખ્યાત ઉદિત નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે ગાયકના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયો જોઈને ગાયકના ફેન્સ તેમનાથી નિરાશ થઈ ગયા છે. આ વીડિયોમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે, જેની ઉદિત નારાયણના ચાહકોને ભાગ્યે જ અપેક્ષા હશે. વીડિયોમાં ગાયક લાઈવ કોન્સર્ટ દરમિયાન તેની મહિલા ફેનને કિસ કરતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ નેટીઝન્સે તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. હવે સિંગરે પણ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે.

વાયરલ વીડિયો પર ઉદિત નારાયણે શું કહ્યું?

ઉદિત નારાયણે એક મહિલા પ્રશંસકને કિસ કરતા તેના વાયરલ વીડિયો પર પોતાનું મૌન તોડ્યું હતું. જ્યારે તેમને આ વીડિયો વિશે પૂછવામાં આવ્યું તો સિંગરે કહ્યું કે,ચાહકો ઘણા ક્રેઝી છે, અમે એવા નથી. અમે ડિસન્ટ લોકો છીએ. કેટલાક લોકો તેને પ્રોત્સાહન આપે છે અને તેના દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. હવે આ વાતનું વતેસર કરીને શું કરીશું? ભીડમાં ઘણા લોકો હતા અને અમારી પાસે બોડીગાર્ડ પણ છે. પરંતુ ચાહકોને લાગે છે કે તેમને મળવાની તક મળી રહી છે, કેટલાક હાથ મિલાવવા હાથ લંબાવે છે, તો કેટલાક હાથને કિસ કરે છે. આ બધી દિવાનગી છે. તેના પર આટલું ધ્યાન ન આપવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

મહિલા ચાહકો સાથે ઉદિત નારાયણનો વીડિયો

69 વર્ષીય સિંગર તેમના આ વીડિયોને લઈને ચર્ચામાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા છે. તે રવિના ટંડન પર ફિલ્માવાયેલું પ્રખ્યાત ગીત ‘ટિપ ટીપ બરસા પાની’ ગાઈ રહ્યા છે. ત્યારબાદ એક મહિલા પ્રશંસક ગાયક સાથે સેલ્ફી લેવા આવે છે, જે પહેલા ગાયક તરફ વળે છે અને તેને ગાલ પર કિસ કરે છે, ત્યારબાદ ગાયક તેના હોઠ પર કિસ કરે છે.

વાયરલ વીડિયો જોઈને ફેન્સ નારાજ થયા

ઉદિત નારાયણ પાસે અન્ય એક મહિલા ચાહક પણ આવે છે, જે ગાયકને કિસ કરવાનો અને ગળે લગાવવાનો પ્રયાસ કરે છે. આના પર સિંગર તેના ગાલ પર કિસ કરે છે. ઉદિત નારાયણ હવે આ વીડિયોને લઈને ટ્રોલર્સના નિશાના પર છે. સોશિયલ મીડિયા યુઝર્સ ગાયકના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તેમની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લવ ટ્રાયેંગલમાં ફસાયો સિંઘમ અગેનનો વિલન, અજય દેવગણના કોસ્ટાર વધારશે મુશ્કેલીઓ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button