મનોરંજન

ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યો હતો ? મેનેજરે વાયરલ મેસેજની જણાવી વાસ્તવિકતા

Text To Speech

બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યો છે? શું આ સાચું છે. આ સમાચારે ઈન્ડસ્ટ્રીના ચાહકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલા ઉદિત નારાયણ હાર્ટ એટેક નામના હેશટેગનું શું છે સમગ્ર સત્ય? અહેવાલો અનુસાર, ગઈકાલે રાતથી જ ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યો હોવાની પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સિંગરના મેનેજરે આ સમાચાર અંગે અપડેટ આપી છે.

ઉદિત નારાયણના હાર્ટ એટેકના સમાચારથી તેમના ચાહકો પરેશાન છે અને તેઓ તેમના પ્રિય ગાયકની વર્તમાન સ્થિતિ અને તેમના મૃત્યુના સમાચાર વિશે સંપૂર્ણ સત્ય જાણવા માટે બેચેન છે. પરંતુ ગાયકના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. ઉદિત નારાયણના મેનેજરે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. તેણે સિંગરને હાર્ટ એટેક આવવાના સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ગઈ રાતથી તેને ઘણા ફોન આવી રહ્યા છે. મેનેજરે કહ્યું કે ગઈકાલે રાત્રે જ તેની ઉદિત સાથે વાત થઈ હતી અને તે પણ આવા ફેક ન્યૂઝ ફેલાવવાથી ખૂબ નારાજ છે. મેનેજરે ગાયકના સ્વસ્થ થવાની પુષ્ટિ કરી છે.

ઉદિતના હાર્ટ એટેકના સમાચાર સાથે નેપાળનું શું જોડાણ છે

ઉદિત નારાયણના હાર્ટ એટેકની અફવા સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે. આ સમાચારને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આખરે આવા ખોટા સમાચાર ફેલાવવા પાછળ જવાબદાર કોણ? આ અંગે હાલ તો ખબર નથી, પરંતુ એક ચોક્કસ માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, જે ફોન નંબર પરથી આ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે તે નેપાળનો છે. આ ફોન નંબરની આગળ નેપાળનો કોડ છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીને ઉડાવી દેવાની ધમકી આપનાર દરભંગામાંથી ઝડપાયો, મોબાઈલ પણ જપ્ત

Back to top button