વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પોતાની લોકસભા સભ્યતા રદ્દ થવાના કારણે ચર્ચામાં છે. ત્યારે તેમના સમર્થનમાં ઘણાં અન્ય વિરોધી પક્ષ જોડાઈ રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થયા છે અને સીધા શબ્દોમાં ચેતવણી આપી છે.
તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું રાહુલ ગાંધીને જણાવી દેવા માગુ છું કે અમે તમારી ભારત જોડો યાત્રામાં એટલા માટે સાથે ચાલ્યા કેમ કે તે લોકતંત્ર બચાવવા માટે જરૂરી હતું પણ સાવરકર અમારા ભગવાન જેવા છે અને અમે તેમનું અપમાન સાંખી નહીં લઈએ. આપણે લોકતંત્ર બચાવવા માટે સાથે છીએ પણ એવા નિવેદન ન આપશો કે એવા પગલાં ન ભરશો જે આપણી વચ્ચે મતભેદ ઊભા કરી દે.
"Don't insult Savarkar": Uddhav Thackeray warns Rahul Gandhi
Read @ANI Story | https://t.co/HybEhZJbYD#UddhavThackeray #RahulGandhi #Savarkar pic.twitter.com/Bpt7d8Ll9g
— ANI Digital (@ani_digital) March 26, 2023
એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ તમને ભડકાવવા પ્રયાસ કરી રહ્યો છે. જો આજે આપણે ચૂકી જઈશું તો આપણો દેશ નક્કી જ એકતંત્ર તરફ આગળ વધી જશે. તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સાવરકરના યોગદાનને યાદ કરતાં કહ્યું કે જે તેમણે સહન કર્યું છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી.
આ પણ વાંચો : રાહુલ ગાંધીના સસ્પેન્શનને કોંગ્રેસ બનાવશે પોતાની તાકાત, જલ્દી શરૂ કરશે નવું અભિયાન
જો કે સાથે જ કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કરતાં ઠાકરેએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીની ટીકા કરવાનો મતલબ એ નથી કે અમે ભારતની ટીકા કરી રહ્યા છીએ. તેમાં દેશનું અપમાન જ થઈ રહ્યું નથી. જો તમે મોદીની ટીકા કરી રહ્યા છો તો તેમાં દેશનું અપમાન કેવી રીતે ગણાય? આ કોઈ મોદી ભારત નથી.
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે ભ્રષ્ટ નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે ભાજપે ભ્રષ્ટાચારના આરોપો મૂકી વિપક્ષના તમામ નેતાઓને પોતાની સાથે જોડી લીધા છે. તમે બ્લેકમેઈલિંગ કરી રહ્યા છો. સત્તાની લાલચમાં આ કાર્ય યોગ્ય નથી. તમે તમારી પાર્ટીનું નામ જ બદલીને ભ્રષ્ટ લોકોની પાર્ટી કેમ નથી કરી લેતા. તમારી પાર્ટીનું નામ તો ભ્રષ્ટ જનતા પાર્ટી હોવું જોઇએ.
આ પણ વાંચો : અતીક અહેમદને લઈ જતો કાફલો મધ્યપ્રદેશમાં આ કારણથી રોકવામાં આવ્યો