ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MVA સરકારનો અંત, 5 મોટા નિર્ણયો જેનાથી ઉદ્ધવ સરકારને કરાશે યાદ

Text To Speech

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવાના કારણે મહા વિકાસ આઘાડી સરકાર (MVA સરકાર)નો અંત આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં ફરી સરકાર રચવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ભાજપ ટૂંક સમયમાં સરકાર બનાવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહીને ઉદ્ધવ ઠાકરેએ એવા ઘણા નિર્ણયો લીધા છે જેના માટે તેઓ જાણીતા હશે. તેણે જતાં જતાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલી નાખ્યાં.

મહારાષ્ટ્રમાં સીએમ પદ પરથી રાજીનામું આપતા પહેલા, ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આગામી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ ખેડૂત નેતા સ્વર્ગસ્થ ડીબી પાટીલના નામ પર રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલ્યા
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વનો એજન્ડા ભૂલી જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજીનામું આપતા પહેલા હિન્દુત્વનું કાર્ડ રમતા ઉદ્ધવ ઠાકરેએ 29 જૂન, બુધવારે કેબિનેટની બેઠકમાં રાજ્યના બે મોટા શહેરો ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલી નાખ્યા. ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવામાં આવ્યું. આ સિવાય નવી મુંબઈમાં બની રહેલા એરપોર્ટનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ કેબિનેટની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ તેમના સમર્થક નેતાઓ અને અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ચાલો જાણીએ કે મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવે કયા કયા મોટા નિર્ણયો લીધા, જેના માટે તેમને યાદ કરવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરે સરકારના 5 મોટા નિર્ણયો

  • નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ દિવંગત ખેડૂત નેતા ડીબી પાટીલના નામ પર રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
  • ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ બેઠકમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.
  • કેબિનેટની બેઠકમાં ઉસ્માનાબાદનું નામ પણ બદલવામાં આવ્યું હતું. હવે આ શહેરનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું છે.
  • મરાઠાવાડા, વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક ગ્રાહકોને સસ્તું દરે વીજળી પૂરી પાડવા માટે રૂ. 1,200 કરોડની જોગવાઈ
  • પૂણે-નાસિક રેલ રૂટ માટે 249 કરોડનું યોગદાન આપવામાં આવ્યું હતું.
Back to top button