ટોપ ન્યૂઝદિવાળીધર્મનેશનલ

ઉદ્ધવ ઠાકરેને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ના મળ્યું, હવે આ પ્લાન બનાવ્યો

  • ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટીના નેતાઓ નાશિકમાં કાલારામ મંદિરની લેશે મુલાકાત
  • પ્રાણ-પ્રતિસ્ઠા મહોત્સવના દિવસે ગોદાવરી નદીના કિનારે ‘મહા આરતી’ કરશે

મુંબઈ, 6 જાન્યુઆરી : શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને અયોધ્યામાં રામ મંદિરમાં યોજાનાર કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું નથી. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આ દિવસે શું કરશે તે અંગે પોતાનો પ્લાન જણાવી દીધો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તે અને તેમની પાર્ટીના નેતાઓ તે દિવસે નાશિકમાં કાલારામ મંદિરની મુલાકાત લેશે અને ગોદાવરી નદીના કિનારે ‘મહા આરતી’ કરશે.

ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન તેમની પત્ની સીતા અને તેમના ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રહ્યા હતા. 1930માં, ડૉ. આંબેડકરે કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશની માંગણી સાથે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પણ કર્યું હતું.

અયોધ્યા રામ મંદિરનો ​​પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવએ ગર્વ અને સ્વાભિમાનની વાત : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે તેમની સ્વર્ગસ્થ માતા મીના ઠાકરેની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “જ્યારે પણ તેમને એવું લાગશે ત્યારે તેઓ અયોધ્યા આવશે. “અયોધ્યા રામ મંદિર”નો ​​પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવએ ગર્વ અને સ્વાભિમાનની વાત છે. તે દિવસે (22 જાન્યુઆરી) સાંજે 6.30 વાગ્યે અમે કાલારામ મંદિર જઈશું, જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને (સમાજ સુધારક) સાને ગુરુજીએ વિરોધ કર્યો હતો અને સાંજે 7.30 વાગ્યે અમે ગોદાવરી નદીના કિનારે મહા આરતી કરીશું.”

કાલારામ મંદિરએ ભગવાન રામને સમર્પિત છે

ઉલ્લેખનીય છે કે, નાશિકના પંચવટી વિસ્તારમાં આવેલું કાલારામ મંદિર ભગવાન રામને સમર્પિત છે. મંદિરનું નામ કાળા પથ્થરમાંથી બનેલી ભગવાન રામની મૂર્તિ પરથી પડ્યું છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન તેમની પત્ની સીતા અને તેમના ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રહ્યા હતા. 1930માં, ડૉ. આંબેડકરે કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશની માંગણી સાથે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું.

જ્યારે પણ મને એવું લાગશે ત્યારે હું આયોધ્યા જઈશ : ઉદ્ધવ ઠાકર

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ 22 જાન્યુઆરીએ થશે. આ કાર્યક્રમ માટે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ મળ્યું નથી. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે, પાર્ટી 23 જાન્યુઆરીએ તેમના પિતા અને શિવસેનાના સંસ્થાપક સ્વર્ગસ્થ બાળ ઠાકરેની જન્મજયંતિના દિવસે નાસિકમાં રેલી કરશે. ગયા શનિવારે ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે, “મને હજી સુધી કોઈ આમંત્રણ મળ્યું નથી અને મને અયોધ્યા આવવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી કારણ કે રામ લલ્લા બધાના છે. જ્યારે પણ મને એવું લાગશે ત્યારે હું જઈશ. રામ મંદિરના આંદોલનમાં શિવસેનાએ મોટું યોગદાન આપ્યું હતું.”

આ પણ જુઓ :મહારાષ્ટ્ર: પોલીસકર્મીને લાફો મારનાર બીજેપી ધારસભ્ય વિરુદ્ધ FIR

Back to top button