ઉદ્ધવ જૂથના હાથમાંથી પાર્ટીનું નામ અને ચિન્હ છીનવી લેવાયા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય આંદોલનો વધી ગયા છે. ઉદ્ધવના હુમલા બાદ ભાજપે હવે વળતો પ્રહાર કર્યો છે. કોલ્હાપુરમાં બીજેપી કાર્યકર્તાઓની સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0kTTMDGax6YvHiEtNaM3PA8yUmccK7TKVK5wJzYLgHfmjnCHLttFk4gvUgvEUMpFZl&id=100044149130762&mibextid=Nif5oz
શું કહ્યું અમિત શાહે ?
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને શરદ પવારના ચરણોમાં સમર્પણ કર્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે ઉદ્ધવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા કટ-આઉટ સાથે અમારી સાથે વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ જ્યારે પરિણામ આવ્યા ત્યારે તેમણે શરદ પવારના ચરણોમાં આત્મસમર્પણ કર્યું.
ઠાકરે ઉપર શું હુમલો કર્યો ?
ઠાકરે પર પ્રહાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે સત્તાના લોભી નથી કે અમે ક્યારેય અમારા સિદ્ધાંતોનું બલિદાન આપ્યું નથી. છેલ્લી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં લડવામાં આવી હતી. પીએમ મોદી અને મેં અમારી રેલીઓમાં આ વાત ખુલ્લેઆમ કહી હતી. આમ છતાં ઠાકરેએ વિપક્ષ સાથે હાથ મિલાવ્યા હતા.
વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું
વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરેએ 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. ઉદ્ધવે NCP અને કોંગ્રેસની સાથે મહાવિકાસ અઘાડીનું નેતૃત્વ કર્યું, જોકે MVAએ ગયા વર્ષે જૂનમાં એકનાથ શિંદે જૂથ દ્વારા બળવો કરીને સત્તા ગુમાવી દીધી હતી.