ઉદ્ધવ – ફડણવીસ લિફ્ટમાં એક સાથે? યે દુનિયા વાલે પૂછેંગે, મુલાકાત હુઈ, ક્યા બાત હુઈ?
- મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર આજથી શરુ
- દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થઈ અનોખી મુલાકાત
મહારાષ્ટ્ર, 27 જૂન: મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આજે પહેલા જ દિવસે ગૃહમાં જતા પહેલા બે નેતાઓ વચ્ચે અનોખી મુલાકાત થઈ હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની અદ્ભુત મુલાકાત થઈ હતી જેની કદાચ તેમને પણ અપેક્ષા નહીં હોય. વાસ્તવમાં, બંને વિધાનસભાના સભાગૃહમાં જતા સમયે મળ્યા હતા, જેનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં બંને એક જ લિફ્ટમાં સાથે જતા જોવા મળ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે સાથે જોવા મળ્યા
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે પહેલો દિવસ છે અને આજે જ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વિપક્ષના નેતા ઉદ્ધવ ઠાકરે ગૃહમાં જતા સમયે સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં, જ્યારે ઉદ્ધવ ઠાકરે વિધાનસભામાં જવા માટે લિફ્ટની નજીક પહોંચ્યા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ લિફ્ટ આવવાની રાહ જોઈને પહેલેથી જ ત્યાં ઊભા હતા. આ દરમિયાન બંને મળ્યા અને પછી બંને એકસાથે ઊભા રહીને લિફ્ટની રાહ જોવા લાગ્યા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. જેનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે તેમાં બંને એકસાથે ઊભા રહીને વાતો કરતા જોવા મળે છે. આ પછી જ્યારે લિફ્ટ આવી ત્યારે બંને એક જ લિફ્ટમાં સાથે જતા જોવા મળ્યા હતા.
અહીં વીડિયો જૂઓ:
महाराष्ट्र: शिवसेना(UBT) प्रमुख उद्धव ठाकरे और महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने विधानसभा जाते समय एक ही लिफ्ट का इस्तेमाल किया। pic.twitter.com/RHiyeCjngF
— IANS Hindi (@IANSKhabar) June 27, 2024
MVAએ કર્યો વિરોધ
દરમિયાન, મહા વિકાસ આઘાડી એટલે કે એમવીએ ગઠબંધનના કાર્યકરોએ વિધાનસભાના પરિસરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ખેડૂતો અને NEET પરીક્ષા સંબંધિત મુદ્દા ઉઠાવ્યા હતા. MVAમાં શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP સામેલ છે.
આ પણ વાંચો: ફરી વિપક્ષે સેંગોલનો મુદ્દો ઉખેળ્યો: સેંગોલને બદલે બંધારણ રાખવાની કોણે માંગ કરી?