ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉદ્ધવના વાગ્બાણ ! “તો….ના થયો હોત MVAનો જન્મ”

Text To Speech

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપ્યા બાદ પહેલીવાર મીડિયા સામે આવ્યા. ઉદ્ધવે પ્રેસ કોન્ફરન્સ કરી એકનાથ શિંદે પર શાબ્દિક પ્રહાર કર્યા.

ઉદ્ધવ ઠાકરેએ CM શિંદે વિશે શું કહ્યું ?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે- એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદે શિવસેનાના છે, તો એ વાત ખોટી છે. શિંદે શિવસેનાના CM નથી. ઉદ્ધવ વધુમાં જણાવ્યું કે, સત્તા માટે રાતોરાત ખેલ કરવામાં આવ્યો. મુંબઈના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે, “તમે એવું કોઈ કામ ન કરતા જેનાથી પર્યાવરણ ખરાબ થાય.”

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા સીએમ અને નવી સરકારને શુભેચ્છાઓ આપી પરંતુ તેની સાથે વાગ્બાણ વરસાવતા કહ્યું કે- “મહારાષ્ટ્રને બરબાદ ન કરતા. મારા દિલમાંથી મહારાષ્ટ્રને કોઈ નીકાળી શકશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે- લોકતંત્રના ચાર સ્તંભ છે, પરંતુ જો તેના પર વિશ્વાસ ન રહ્યો તો શું થશે. ?”

બધુ પહેલાથી નક્કી હતું-ઠાકરે

ઉદ્ધવે કહ્યું કે, દરેક મતદારનો અધિકાર હોવો જોઈએ કે તે જેને વોટ આપી રહ્યો છે તેને પાછા બોલાવી શકે. તમામ લોકોએ જોયું કે મારી પીઠ પાછળ કેવી રીતે ખંજર ખોંપવામાં આવ્યું. જો ભાજપે મને આપેલું વજન પૂરુ કર્યું હોત તો ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી તેમના મુખ્યમંત્રી રહેતા. મહારાષ્ટ્રમાં બધુ પહેલાથી નક્કી હતું. પરંતું, હું જનતાનો આભારી છું. હું વચન આપું છું કે, હું ક્યારેય સત્તા માટે ગદ્દારી નહીં કરું. સત્તા આવે છે અને જાય છે.

વાત માની હોત તો ના થયો હોત MVAનો જન્મ-ઉદ્ધવ

પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવે કહ્યું કે, મારો ગુસ્સો મુંબઈના લોકો પર ના કાઢો. મેટ્રો શેડના પ્રસ્તાવમાં બદલાવ ન કરતા. મુંબઈના પર્યાવરણની સાથે રમત ન કરતા.

તેમણે કહ્યું કે, આ જે કાલે થયું, એ હું પહેલાથી અમિત શાહને કહી રહ્યો હતો કે, અઢી વર્ષ શિવસેનાનો મુખ્યમંત્રી હોય અને એ જ થયું. પહેલા જ આવું કર્યું હોત તો મહા વિકાસ અઘાડીનો જન્મ જ ન થાત. જેવી રીતે સરકાર બની છે અને જેવી રીતે કથિત શિવસેનાના કાર્યકર્તાની મુખ્યમંત્રી બનાવાયા છે, મેં અમિત શાહને આ જ કહ્યું હતું. આ સમ્માનપૂર્વક પણ થઈ શકે તેમ હતું, શિવસેનાના તે સમયે તમારી સાથે હતી પણ આ મુખ્યમંત્રી એટલે કે એકનાથ શિંદે શિવસેનાના નથી.

Back to top button