ટોપ ન્યૂઝનેશનલ

ઉદયપુર મર્ડર કેસઃ આજે જયપુર બંધનું એલાન, ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત

Text To Speech

જયપુર, ઉદયપુરના દરજી કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનમાં આક્રોશ ઓછો થઈ રહ્યો નથી. ઉદયપુર હત્યાકાંડના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનોએ ગુરુવારે જયપુર બંધનું એલાન આપ્યું છે. આવશ્યક સેવાઓને શટ-ડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. બંધને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન ફુલ એલર્ટ મોડ પર છે. કન્હૈયાલાલ હત્યા કેસ બાદ રાજ્યભરમાં નેટબંધી ચાલુ છે. આ દરમિયાન આજે સીએમ અશોક ગેહલોત પીડિત પરિવારને મળવા ઉદયપુર જશે.

મંગળવારે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ બાદ રાજ્યભરમાં કલમ-144 લાગુ છે. આમ છતાં રાજ્યભરમાં વિરોધનો દોર ચાલુ છે. ઘટનાના વિરોધમાં બુધવારે ડુંગરપુર બંધ રહ્યું હતું. આજે રાજધાની જયપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. શાળા શિક્ષણ પરિવારે પણ બંધને સમર્થન આપ્યું છે. શાળા શિક્ષણ પરિવારના પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ જણાવ્યું કે, આજે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. બંધને ધ્યાનમાં રાખીને જયપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ઉદેયપુરમાં થયેલા હત્યાકાંડના વિરોધમાં સર્વ હિન્દુ સમાજ વતી મૌન સરઘસ કાઢવામાં આવશે. આ દરમિયાન કોઈને પણ અવાજ ન કરવા સૂચના આપવામાં આવી છે.

સીએમ ગેહલોત આજે ઉદયપુર જશે
ક્રૂર હત્યાનો ભોગ બનેલા કન્હૈયાલાલના પરિવારજનોને મળવા માટે આજે સીએમ અશોક ગેહલોત ઉદયપુર જશે. ગેહલોતે પરિવારના સભ્યોને મદદ કરવા માટે કુલ પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જેમાંથી રાજ્ય સરકારે 31 લાખની મદદની જાહેરાત કરી દીધી છે. આ સાથે કન્હૈયાલાલના બે પરિવારોને પણ કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી
હત્યા કેસમાં બંને આરોપીઓની પૂછપરછ કર્યા બાદ પોલીસે બુધવારે મોડી રાત્રે 11.25 વાગ્યે ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ઘટનાના એ જ દિવસે મોડી રાત્રે રાજસમંદ જિલ્લામાંથી ઝડપાયા હતા. જે બાદ વિવિધ એજન્સીઓ દ્વારા બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે અન્ય 4 લોકોને પણ કસ્ટડીમાં લીધા છે. તેની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

Back to top button