વિશેષ

ઉદયપુર હત્યાકાંડનું પાકિસ્તાની કનેક્શન ! હત્યારાએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ

Text To Speech

ઉદયપુરના બહુચર્ચિત બનેલા કન્હૈયાલાલ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કન્હૈયાલાલની હત્યાનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે. જી હાં, કન્હૈયાલાલની હત્યામાં સંડોવાયેલા ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હોવાનો ખુલાસો ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે કર્યો છે. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “એવું ન થઈ શકે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે આવા કોઈ કટ્ટરપંથ તત્વ સાથે જોડાયેલું ન હોય.”

‘હત્યામાં ઈન્ટરનેશનલ કનેક્શન’
સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, જે સમાચાર આવી રહ્યા છે, શું પ્લાન હતો, શું કાવતરું હતું, કોની સાથે લિંક છે, શું કોઈ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એજન્સી છે જેની સાથે લિંક છે, બધી બાબતો સામે આવશે. ” તેમણે વધુમાં કહ્યું કે, “અમે આને ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે આ ઘટના નાની નથી અને જ્યાં સુધી તેમાં આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરે કોઈ પ્રકારનું કટ્ટરપંથી તત્વ ન હોય ત્યાં સુધી તે થઈ શકે નહીં. જ્યાં સુધી તેની કડી ન હોય ત્યાં સુધી આવી ઘટના બનતી નથી, આ અનુભવ કહે છે, તે જ રીતે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

UAPA હેઠળ કેસ નોંધાયો
આ પહેલા આજે સીએમ ગેહલોતે ઉદયપુર ઘટના અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. સીએમએ ટ્વીટ કર્યું, “પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ઘટના પ્રથમ દ્રષ્ટીએ આતંક ફેલાવવાના હેતુથી કરવામાં આવી છે. અન્ય દેશોમાં બંને આરોપીઓના સંપર્કોની માહિતી પણ સામે આવી છે. આ ઘટનામાં કેસ UAPA હેઠળ નોંધવામાં આવ્યો છે, તેથી હવે NIA દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. જેમાં રાજસ્થાન ATS સંપૂર્ણ સહયોગ કરશે. પોલીસ અને વહીવટીતંત્રએ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ અને ઉપદ્રવ સર્જવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

Back to top button