ટ્રેન્ડિંગનેશનલ

ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસના આરોપી જાવેદને મળ્યા જામીન, રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Text To Speech

જયપુર, 5 સપ્ટેમ્બર : રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેંચે ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસમાં સહ આરોપી જાવેદને જામીન આપી દીધા છે. જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ પ્રવીર ભટનાગરની ડિવિઝન બેન્ચે જાવેદને આ રાહત આપી હતી. આ કેસમાં જાવેદ પર મુખ્ય આરોપી સાથે મળીને કન્હૈયાલાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો, પરંતુ હાઈકોર્ટે પુરાવા અને સુનાવણીના આધારે તેની જામીન અરજી સ્વીકારી હતી. કોર્ટે કહ્યું કે જાવેદ વિરુદ્ધ પુરાવા અપૂરતા છે અને તેને કસ્ટડીમાં રાખવો જરૂરી નથી.

જૂન 2022માં કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી, જે બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. આરોપીઓ પર કન્હૈયાલાલની ધાર્મિક માન્યતાઓને કારણે નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ હતો. જાવેદ સામે ગંભીર આરોપો હતા, પરંતુ કોર્ટે તેની જામીન અરજી સ્વીકારી હતી અને કેટલીક શરતો સાથે તેને છોડવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :4 સૈન્ય જવાનોએ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યા, સિલ્ક રૂટ પર પેડોંગથી જુલુક જતી વખતે થયો અકસ્માત

Back to top button