UCC: પીએમ મોદીના નિવેદન પછી મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બોલાવી ઇમરજન્સી બેઠક
નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનના કેટલાક જ કલાકો પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મંગળવારે સાંજે જ ઇમરજન્સી બેઠક બોલાવી લીધી હતી.
બેઠક દરમિયાન ઈસ્લામિક પર્સનલ લો બોર્ડે યૂસીસીના પ્રસ્તાવ કાનૂનનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
ઓનલાઈન બેઠક બેઠક દરમિયાન એઆઈએમપીએલબીના અધ્યક્ષ સૈફુલ્લાહ રહેમાની, ઇસ્લામી સેન્ટર ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને એઆઈએમપીએલબીના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલી, એઆઈએમપીએલબીના વકિલ સહિત અન્ય લોકો હાજર રહ્યાં હતા.
બધા લોકોમાં તે વાત પર સહમતિ બની કે મુસ્લિમ સંસ્થાઓ કાયદા પંચ સામે આ મુદ્દા પર પોતાના પક્ષ વધારે પ્રભાવી રીતે રજૂ કરશે.
રાજકીય નેતાઓ ચૂંટણી પહેલા ઉઠાવે છે યૂસીસીનો મુદ્દો
આઈસીસીના અધ્યક્ષ મૌલાના ખાલિદ રશીજ ફરંગી મહલીએ અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું હતુ કે, એઆઈએમપીએલબી સમાન નાગરિક સંહિતાનું ઉગ્ર વિરોધ કરશે. અમે લો કમિશન સામે અમારી વાત વધારે મજબૂતીથી રાખીને સરકારના પ્રસ્તાવિક પગલાઓનો મુકાબલો કરવાની રણનીતિ બનાવી રહ્યાં છીએ. મંગળવારે થયેલી ઓનલાઈન બેઠકમાં દેશના બધા પ્રમુખ મુસ્લિમ નેતા હાજર હતા.
તેમને કહ્યું, પાછલા અનેક વર્ષોમાં રાજનેતા ચૂંટણીથી ઠિક પહેલા સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવતા રહ્યાં છે. આ વખતે પણ આ મુદ્દો 2024 ચૂંટણીથી પહેલા સામે આવ્યો છે.
આ પણ વાંચો- મણિપુર હિંસાને લઈ કોંગ્રેસ આક્રમક, રાહુલ 29 જૂને રાજ્યની મુલાકાતે
મેં હંમેશા કહ્યું છે કે યૂસીસી ન માત્ર મુસ્લિમો પરંતુ દેશમાં રહેનારા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, યહૂદી, પારસી અને અન્ય નાના લઘુમતીઓને પણ પ્રભાવિત કરશે. ભારત એક એવો દેશ છે, જ્યાં દરેક 100 કિલોમીટરના અંતરે ભાષા બદલાઇ જાય છે. તો આપણે બધા સમુદાયો માટે સમાન નિયમ કેવી રીતે બનાવી શકીએ? પ્રત્યેક સમુદાયમાં પ્રાર્થના કરવી, અનુષ્ઠાન કરવો અને લગ્ન જેવા કાર્યક્રમ આયોજિત કરવાની રીત અલગ હોય છે. પોતાની આસ્થા અને જીવન શૈલીનું પાલન કરવાની સ્વતંત્રતા સંવિધાન દ્વારા બધાને આપવામાં આવી છે.
શું છે સમાન નાગરિક સંહિતા?
લગ્ન, તલાક, ઉત્તરાધિકાર અને બાળક દત્તક લેવાના મામલામાં ભારતમાં વિભિન્ન સમુદાયોમાં તેમના ધર્મ, આસ્થા અને વિશ્વાસના આધાર પર અલગ-અલગ કાયદા છે.
જોકે, દેશની આઝાદી પછી સમાન નાગરિક સંહિતા અથવા યૂનિફોર્મ સિવિલ કોડ (યૂસીસી)ની માંગ ચાલતી આવી રહી છે. આ હેઠળ એક જ કાયદો હશે જે કોઈપણ ધર્મ, લિંગ અને જાતીય અભિગમની પરવા કરશે નહીં.
આ પણ વાંચો- બ્રેકિંગ ન્યૂઝ: SSCની પરીક્ષા પાસ કરીને પાકિસ્તાનીઓ ભારતીય સેનામાં ઘૂસ્યાનો આરોપ; CBIને તપાસનો આદેશ