ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UAPA ટ્રિબ્યુનલે શીખ ફોર જસ્ટિસ પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયની કરી પુષ્ટિ

  • દિલ્હી હાઈકોર્ટની બેન્ચે SFJ વિરુદ્ધ કેન્દ્ર સરકારના પુરાવાઓ વિશ્વાસપાત્ર ગણાવ્યા હતા

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ટ્રિબ્યુનલે કેન્દ્ર સરકારની 8 જુલાઈના નોટિફિકેશનની પુષ્ટિ કરી છે, જેમાં ગુરપતવંત સિંહ પન્નુની આગેવાની હેઠળની શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ અનુપ કુમાર મેંદિરત્તાની આગેવાની હેઠળની બેન્ચે શુક્રવારે SFJ વિરુદ્ધ કેન્દ્રના પુરાવાઓ વિશ્વાસપાત્ર ગણાવ્યા હતા.

 

શું-શું પુરાવા મળી આવ્યા?

પુરાવાઓમાં સોશિયલ મીડિયા દ્વારા યુવાનોની ભરતી અને કટ્ટરપંથી બનાવવા, શસ્ત્રો અને વિસ્ફોટકોની ખરીદી માટે દાણચોરીના નેટવર્ક દ્વારા આતંકવાદને ધિરાણ આપવું, વડાપ્રધાન અને ગૃહપ્રધાન સહિત રાજકીય વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકીઓ અને સેનામાં શીખ સૈનિકોમાં બળવો ભડકાવવાના પ્રયાસો બહાર આવ્યા હતા. જસ્ટિસ મેંદિરત્તાએ આ પુરાવાઓ વિશ્વસનીય માન્યા, ખાસ કરીને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સહિત આંતરરાષ્ટ્રીય ખાલિસ્તાની આતંકવાદી અને અલગતાવાદી જૂથો સાથે SFJના સંબંધો. ટ્રિબ્યુનલે SFJના પાકિસ્તાનની ISI સાથેના સંબંધો અને પંજાબમાં આતંકવાદને પુનર્જીવિત કરવાના તેમના પ્રયાસોની પણ નોંધ લીધી હતી.

SFJ અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે

ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની રચના કરી છે, જે તેની તપાસ કરશે કે શું પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ SFJને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ ગેરકાયદેસર સંગઠનના રૂપમાં જાહેર કરવા માટે પૂરતું કારણ છે.

8 જુલાઈના રોજ, ગૃહ મંત્રાલયે SFJને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરવાની મુદત 10 જુલાઈ 2024થી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી. MHAએ અગાઉ 2019માં SFJ પર સમાન પ્રતિબંધ લાદ્યો હતો. મંત્રાલયે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ પ્રતિબંધ લંબાવ્યો, જેમાં ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને ખલેલ પહોંચાડવાના હેતુથી રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં જૂથની સંડોવણીનો ઉલ્લેખ છે. MHA નોટિફિકેશન મુજબ, SFJ ભારતની આંતરિક સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે પ્રતિકૂળ પ્રવૃત્તિઓમાં જોડાયેલું હતું,  નોટિફિકેશનમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, SFJ આતંકવાદી સંગઠનો અને કાર્યકરો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે સક્રિયપણે અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને સહાયતા આપે છે, જેમાં ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ પણ સામેલ છે.

આ પણ જૂઓ: ભારતીય કામદારોને વિદેશ જવાનો મોકો, આ દેશે શરૂ કર્યા 2 નવા વિઝા પ્રોગ્રામ, જાણો કેવી રીતે મળશે લાભ

Back to top button