UAE વિમાન અકસ્માતમાં ભારતીય મૂળના ડૉકટરનું અવસાન, જાણો કોણ હતા ડૉ સુલેમાન
HD ન્યૂઝ ડેસ્ક : UAEમાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના ડૉક્ટરનું મોત થયું છે. 26 ડિસેમ્બરે UAEમાં એક લાઈટ વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં ત્રણ લોકોના અવસાન થયા હતા. આ જ અકસ્માતમાં ભારતીય મૂળના 26 વર્ષીય ડૉક્ટર સુલેમાન અલ મજીદનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટના 26 ડિસેમ્બરે રાસ અલ ખૈમાહના કિનારે બની હતી. આ દુર્ઘટનામાં ભારતીય મૂળના ડૉક્ટરની સાથે 26 વર્ષીય પાયલટ અને એક પાકિસ્તાની મહિલાનું પણ અવસાન થયું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
કેવી રીતે થયો અકસ્માત?
ભારતીય મૂળના ડૉ. સુલેમાન અલ મજીદનો જન્મ UAEમાં થયો હતો અને તેમનો ઉછેર પણ ત્યાં જ થયો હતો. તેમના પિતા માજિદ મુકરમે જણાવ્યું હતું કે, પ્લેન લગભગ 2 વાગ્યે ટેકઓફ થયાના થોડા સમય બાદ ક્રેશ થયું હતું. જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી (GCAA) એ આ પ્લેન ક્રેશની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માત કેવી રીતે થયો અને પ્લેનમાં શું ખોટું હતું તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. દુબઈના મીડિયા રિપોર્ટ અનુસાર, પ્લેન જઝીરા એવિએશન ક્લબનું હતું.
ડૉ. સુલેમાને વ્યૂ ટ્રીપ માટે લાઈટ એયરક્રાફટ રેંટ પર લીધું હતું અને સાઈટસીઈંગ માટે વિમાનમાં ઉડાન ભરી હતી. તેમનો પરિવાર – તેના પિતા, માતા અને નાનો ભાઈ – આ અનુભવના સાક્ષી બનવા એવિએશન ક્લબમાં હાજર હતા. સુલેમાન બાદ તેનો નાનો ભાઈ પણ એ જ વિમાનમાં ઉડવાનો હતો.
પરિવાર શોકમાં ગરકાવ
સુલેમાનના પિતાએ કહ્યું કે, સૌથી પહેલા અમને કહેવામાં આવ્યું કે ગ્લાઈડર સાથેનો રેડિયો સંપર્ક તૂટી ગયો છે. પાછળથી, અમને કહેવામાં આવ્યું કે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં બેઠેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પિતાએ વધુમાં કહ્યું કે, જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે બંને લોકો ગંભીર રીતે ઘાયલ છે. અમે સુલેમાનને જોઈ શકીએ તે પહેલાં જ સાંજે 4.30 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.
ડૉ. સુલેમાન કોણ હતા?
ડૉ. સુલેમાને યુકેમાં કાઉન્ટી ડરહામ અને ડાર્લિંગ્ટન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ક્લિનિકલ ફેલો તરીકે કામ કર્યું છે. તેઓ બ્રિટિશ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા હતા. અગાઉ તેઓ બ્રિટિશ મેડિકલ એસોસિએશનમાં સેક્રેટરી તરીકે કામ કરતા હતા, બાદમાં તેઓ નોર્ધન રેસિડેન્ટ ડોક્ટર્સ કમિટીના કો-ચેરમેન તરીકે કામ કરતા હતા. તેમણે પગાર પુનઃસ્થાપન અને “જુનિયર ડોકટરો” ને “રેજિડેંટ ડોકટરો” તરીકે જાહેર કરવા જેવા મુદ્દાઓને પણ સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો : ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની SPICSM દ્વારા સુરક્ષા વ્યૂહરચનાઓ પર 3-દિવસીય વર્કશોપ યોજાઇ