વિશેષ

અંજારના સિનુગ્રા ધોરીમાર્ગ પાસે ટ્રેઈલરે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત નીપજ્યાં

Text To Speech

અંજારઃ સિનુગ્રા પાસે સોમવારે સવારે બાઈક સવાર બે યુવકો પુરઝડપે આવતી ટ્રક તળે આવી જતા મોતને ભેટ્યા હતા. અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગ માર્ગના રામકો કંપની નજીક સર્જાયેલા આ અકસ્માતમાં સિનુગ્રાના બે આશાસ્પદ નવયુવાનોના સારવાર મળે તે પૂર્વે જ ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. આ મામલે અંજાર પોલીસ દ્વારા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાઇકનો કચ્ચરઘાણી નીકળી ગયો હતો

અંજાર પોલીસ મથકમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ ટ્રેઈલર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અંજાર તાલુકાના સિનુગ્રા ગામના એજાજ અકબર લુહાર (ઉ.વ. 25) અને ઈરફાન હુશેન ચાવડા (ઉ.વ. 20)નું કરુણ મોત નિપજ્યું હતું. બન્ને યુવાનો બાઈકથી સિનુગ્રા જઈ રહ્યા હતા દરમિયાન ટ્રેઈલર તળે બાઈક આવી જતા આશાસ્પદ યુવકો મોતનો કોળિયો બની ગયા હતા. અકસ્માત સર્જી બેકાબુ બનેલુ ટ્રેઈલર બાદમાં માર્ગ પરથી નીચે ઉતરી ગયુ હતું. બાઈક ઉપર ટ્રક ફરી વળતા બાઈકનું કચ્ચરઘાણ નિકળી ગયું હતું. યુવાનોના મોતના પગલે સિનુગ્રા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Back to top button