સુરતના બે યુવકોએ લક્યુરિયસ જેગુઆર કારને દેશભક્તિના રંગે રંગી, જૂઓ આખે આખી કારનો દેખાવ કેવો બદલાયો
- સુરતથી બે યુવાનો ત્રિરંગાથી રંગેલી 1 કરોડની કાર લઈને દિલ્હી પહોંચ્યા
- કાર પર G-20, ચંદ્રયાન, આઝાદીનો અમૃત મહોત્સવના સ્લોગન લખાવ્યા
સમગ્ર ભારત દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 10મી વખત તિરંગો ફરકાવ્યો છે અને પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આઝાદીના આ અવસરે સુરતના બે યુવકો ત્રિરંગાથી રંગેલી 1 કરોડની કાર લઈને દિલ્હી પહોંચ્યા છે. આ કારનો લુક યુવકો દ્વારા કંઈક એવી રીતે બદલવામાં આવ્યો છે કે જોનારાનું પહેલી નજરમાં જ દિલ જીતી લે.
પ્રાપ્ત વિગતો અનુસાર,સુરતના ટેકસટાઇલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સુરતથી દિલ્હી સુધી 1150 કિમીની કાર યાત્રા કરી છે. 1,150 કિમીથી વધુના અંતરમાં લોકોને હર ઘર તિરંગા અભિયાન સાથે જોડવા માટે સુરતથી એક અનોખી યાત્રા કરવામાં આવી હતી. આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે. આ યાત્રામાં લક્યુરિયસ જેગુઆર કારને દેશભક્તિના રંગે રંગી દેવામાં આવી છે. જેને કારણે આખે આખી કારનો દેખાવ જ બદલાઈ ગયો છે. આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને દિલ્હી સુધી લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડવાનું કામ કર્યું છે. તેની સાથે મોટી સંખ્યામાં તિરંગાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
1 કરોડની કારને ત્રિરંગાના કલરથી રંગી
મહત્વનું છે કે, સુરતના આ બે યુવાનો કાર લઈને દિલ્હી પહોંચી ગયા છે. આ કાર યાત્રા એટલા માટે મહત્વની હતી કે, આ યાત્રા માટે 1 કરોડની કારને ત્રિરંગાના કલરથી રંગવામાં આવી હતી. આ સાથે જ કાર પર જી-20, ચંદ્રયાન, આઝાદીનો અમૃત મહોત્સવ સહિતના સ્લોગન લખવામાં આવ્યા હતા. સુરતથી દિલ્હી સુધીનું 1150 કિમીનું અંતર બે દિવસમાં કાપ્યું હતું. જ્યારે રસ્તામાં આવતા ગામડા અને શહેરોમાં તિરંગાનું વિતરણ પણ કર્યું હતું.
સ્કૂલ અને ગામો પાસેથી પસાર થયા ત્યાં તિરંગાનું વિતરણ કર્યું
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. તેને લઈને દરેક નાગરિકમાં જાગૃતિ આવે આ હેતુસર હું મારી કારને ખાસ તિરંગાથી રંગી છે. સિદ્ધાર્થ દોશી ત્રીજી વાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ યાત્રા કરી છે. આ યાત્રા જે સ્કૂલ અને ગામો પાસેથી પસાર થયા ત્યાં તિરંગાનું વિતરણ કર્યું હતું. રસ્તામાં તેઓ નાડાબેટ પહોંચ્યા હતા જ્યાં સેનાના જવાનોએ એમનું સ્વાગત કર્યું હતું અને તમામ તિરંગાના રંગોમાં રગાઈને નાચ્યા અને ઝૂમ્યા હતા. સિદ્ધાર્થે કહ્યું હતું કે, નાડાબેટ ખાતેના સ્વાગત સમારોહને જોઇને મન ભાવુક થઈ ગયું હતું.
આ પણ વાંચો : PM મોદીની લાલ કિલ્લા પરથી હુંકાર, કહ્યું-હું આવતા વર્ષે ફરી આવીશ