ટ્રેન્ડિંગનેશનલ

લાઈવ વિડીયો સ્ટ્રીમિંગ દરમિયાન મુંબઈના બે યુવાનોએ કોરિયન મહિલાની કરી છેડતી : બંનેની ધરપકડ

Text To Speech

ભારતમાં છેડતીની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, પરંતુ હવે ભારતમાં વિદેશીઓ પણ સલામત નથી. તાજેતરમાં જ ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં મુંબઈના બે યુવાનોએ સાઉથ કોરિયાની એક યુવતીની છેડતી કરી હતી અને તેને બળજબરીપૂર્વક કિસ કરવાનો પણ પર્યત્ન કર્યો હતો.

આ પણ વાંચો : દિલ્લી AIIMS બાદ જલ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક

શું છે સમગ્ર ઘટના?

મુંબઈમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ સાઉથ કોરિયાની એક યુવતી તેનાં મોબાઈલમાં લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી, ત્યારે અચાનક બે યુવાનો તેની પાસે આવ્યા અને તેની સાથે અંગ્રેજીમાં વાત કરવા લાગ્યા, ત્યારબાદ એક યુવકે તેનો હાથ પકડી તે યુવતીને બાઈકમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યારે તે યુવતીએ બાઈકમાં બેસવાની ના પાડી ત્યારે તેને બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

Korean Woman - Hum Dekhenge News
Korean Woman

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

હકીકતમાં, આ યુવતી જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી ત્યારે તેના લાઈવમાં 1000 જેટલાં લોકો જોડાયેલાં હતાં અને તે હજાર લોકોએ આ ઘટના લાઈવ જોઈ હતી અને તે બંને યુવકોની ધરપકડની માંગ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. વીડિયો વાયરલ થતાં જ મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી અને તે બંને છોકરાઓની ધરપકડ કરી હતી.

બંને યુવકોની કરાઈ ધરપકડ

વીડિયો સામે આવતા મુંબઈ પોલીસે છેડતી કરનારા બંને યુવકોની ધરપકડ કરી છે. આ બંને યુવકોનું નામ મુબીન ચંદ મોહમ્મદ શેખ ઉ.19 વર્ષ અને મોહમ્મદ નકીબ સદરિયાલમ અંસારી ઉ.20 વર્ષ છે. મુંબઈ પોલીસે આ બંનેની IPCની કલમ 354 હેઠળ એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button