ગુજરાતટોપ ન્યૂઝ

ઓકલેન્ડના દરિયામાં નાહવા પડેલા અમદાવાદના બે યુવકો તણાયા

પશ્ચિમ ઓકલેન્ડના દરિયામાં નાહવા પડેલા અમદાવાદના બે યુવકના ડૂબી જવાથી મોત થયુ છે. જેમાં સૌરિન અને અંશુલ પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વિમિંગ કરી રહ્યા હતા. તેમાં હેલિકોપ્ટરથી બચાવ કામગીરી કરાઈ હતી. પરંતુ યુવકોને બચાવી શકાયા ન હતા. તેમજ લાઇફ્ગાર્ડ્સ દ્વારા બંને યુવકોને દરિયામાંથી બહાર કાઢ્યા અને સારવાર માટે મોકલ્યા હતા. ત્યારે તેમના મોત થઇ ચુક્યુ હતુ.

આ પણ વાંચો: સુરત: ગુમ થયેલી યુવતીને શોધવા જતાં આરોપીઓએ પોલીસને બંધક બનાવી

48 કલાકની અંદર દરિયામાં પાંચ લોકોના ડૂબી જવાના અહેવાલ

પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં અમદાવાદના બે યુવકોના મોત થયા છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં માતા-પિતાને જાણ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા હેલિકોપ્ટરની મદદથી યુવકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પ્રાથમિક સારવાર બાદ પણ યુવકોને બચાવવામાં સફળતા મળી ન હતી. સમગ્ર મામલે ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને ભારત પરત મોકલવા અંગે તજવીજ હાથ ધરી છે. ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર દરિયામાં પાંચ લોકોના ડૂબી જવાના અહેવાલ છે.

આ પણ વાંચો: ઠંડીથી બચવા માટે તાપણું કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન, દંપતીનો ભોગ લેવાયો

પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા

અમદાવાદના 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું ઓકલેન્ડના દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા હતા. લાઇફ્ગાર્ડ્સ દ્વારા બંને યુવકોને દરિયામાંથી બહાર કાઢીને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા, જ્યારે અંશુલ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતા હતા અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો.

આ પણ વાંચો: ટેકનોસેવી કરચોરો પર તવાઇ, GST માટે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થપાશે

બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા

ઓકલેન્ડના લાઇફ્ગાર્ડે જણાવ્યું હતું કે, સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી દરિયામાં સ્વિમિંગ કરવા ઉપર એલર્ટ આપેલું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યુ કર્યુ અને તરત જ દરિયામાં ડુબી રહેલા બીજા વ્યક્તિ ઉપર નજર પડી. બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Back to top button