ટ્રેન્ડિંગનેશનલ

જાલોરમાં કાળઝાળ ગરમીના કારણે બે યુવકોના મૃત્યુ

જાલોર, 23 મે: ગ્રામ્ય વિસ્તારથી માંડીને શહેર વિસ્તારમાં જ્યાં જૂઓ ત્યાં ધખ-ધખતો તાપ જ જોવા મળે છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે તાપ પડી રહ્યો છે. અનેક વિસ્તારોના તાપમાનનો પારો 45ને પાર કરી ગયો છે. કોઈક વિસ્તારોમાં તો ગરમીનો પારો 47ને પાર કરી ગયો છે. આવામાં ભારે ગરમીથી અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. ત્યારે રાજસ્થાનના જાલોરમાં રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમી પડવાને કારણે બે યુવકોના મૃત્યુ થયા છે.

ગરમીના કારણે બે યુવકોના મૃત્યુ

જાલોર રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમી પડવાથી બે યુવકો બેભાન થઈ ગયા હતા. બેભાન થયેલા બેય યુવકોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે બંનેને યુવકોને મૃત જાહેર કર્યા હતા અને બંનેના મૃતદેહને સરકારી શબઘરમાં રાખવામાં આવ્યા હતા, ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખી સરકારે ક્ષમિકોને બપોરના સમયે કામમાંથી મુક્તિ આપવાનો આદેશ આપ્યો

રાજ્યમાં ગરમીનો પ્રકોપ અને હીટવેવના કારણે બપોરના સમયે કામ કરતા ક્ષમિકોને હવે તડકામાં નહીં શેકાવું પડે. કેમ કે ગુજરાત સરકારે શ્રમિકોને બપોરના સમયે એટલે કે બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કામ ન કરાવવા કોન્ટ્રાક્ટર કે બિલ્ડરોને આદેશ આપ્યો છે. સરકારના આ આદેશનું પાલન ન કરનાર કોન્ટ્રાક્ટર કે બિલ્ડરને તેની સાઈડ સીલ કરવાનો પણ વારો આવી શકે છે.

શું છે આ અંગેનો કાયદો?

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલાં આદેશમાં જણાવાયું છે કે આ રીતે ફાળવેલા વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો ૨૦૦૩ના નિયમ ૫૦(૨) મુજબનો વિશ્રામ સમય ગણવાનો રહેશે. એ ઉપરાંત નિયમ ૫૦(૩) પ્રમાણે આ રીતે આપવામાં આવનારા સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં ૧૨ કલાકથી વધે નહીં તેનું ધ્યાન રાખવાનું રહેશે.

આદેશનું પાલન ન કરનાર બિલ્ડર જૂથ સામે શ્રમિકો કરી શકશે ફરિયાદ

રાજ્ય સરકારના કાયદા પ્રમાણે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જૂથ જવાબદાર ગણાશે અને તેમની સામે પગલાં લેવાશે, જ્યારે જે શ્રમિકને બપોરના સમયે કામ કરવા આગ્રહ કરવામાં આવે તે હેલ્પલાઈન નં. 155372 ઉપર ફરિયાદ નોંધાવી શકે છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા ચક્રવાતનું નામ શું? 102KMની ઝડપે ભારતમાં ક્યારે પહોંચશે?

Back to top button