સુરતમાં પોલીશ્ડ હીરાના નામે સરકાર સાથે રૂપિયા 200 કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા બે યુવકોની ધરપકડ
- બહારથી હીરા મંગાવીને સુરતની લોકલ માર્કેટમાં વેચીને મોટુ કમિશન તેમજ નફો પણ મેળવતા
- સચીન સેઝ વિભાગની કોરલ નામની હીરાની પેઢીમાં દરોડા પાડયા
- હીરા પેઢીના માલિક આશિષ તેમજ જયરાજને અટકાયતમાં લઇને પુછપરછ શરૂ કરી
સુરતમાં પોલીશ્ડ હીરાના નામે સરકાર સાથે રૂપિયા 200 કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હિસાબી ચોપડા ચેક કરતા આ કૌભાંડ મળ્યું હતું તેથી સીબીએ બે યુવકોની ધરપકડ કરી હતી. હીરાઓને સુરતની લોકલ માર્કેટમાં વેચી શકવા ઉપર સરકારે પ્રતિબંધ મુક્યો હતો. સચિન સેઝ વિભાગમાં અનેક એવી હીરાની પેઢીઓ આવેલી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સિંહો પર નજર રાખવા AIની મદદ લેવાશે
બહારથી હીરા મંગાવીને સુરતની લોકલ માર્કેટમાં વેચીને મોટુ કમિશન તેમજ નફો પણ મેળવતા
પોલીશ્ડ હીરાના નામે સરકાર સાથે 200 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર બે યુવકોને સીબી કસ્ટમ વિભાગ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ વિભાગ)એ સચીન સેઝ વિભાગમાંથી પકડી પાડયા હતા. સરકારી વિભાગે તેઓના હિસાબી ચોપડા ચેક કરતા આ કૌભાંડ મળ્યું હતું, સીબીએ બે યુવકોની ધરપકડ કરી હતી. સચિન સેઝ વિભાગમાં અનેક એવી હીરાની પેઢીઓ આવેલી છે જેઓ ડયુટી ફ્રી હીરા મંગાવે છે અને તેને બારોબાર એક્સપોર્ટ કરીને તેમાંથી પોતાનું કમિશન પણ મેળવી લે છે. ડયૂટી ફ્રી હોવાને કારણે બહારથી મંગાવેલા હીરાઓને સુરતની લોકલ માર્કેટમાં વેચી શકવા ઉપર સરકારે પ્રતિબંધ મુક્યો હતો. તેમ છતાં પણ કેટલીક પેઢીઓ દ્વારા બહારથી હીરા મંગાવીને સુરતની લોકલ માર્કેટમાં વેચીને મોટુ કમિશન તેમજ નફો પણ મેળવતા હતા.
સચીન સેઝ વિભાગની કોરલ નામની હીરાની પેઢીમાં દરોડા પાડયા
સીબી કસ્ટમ વિભાગને માહિતી મળતા તેઓએ સચીન સેઝ વિભાગની કોરલ નામની હીરાની પેઢીમાં દરોડા પાડયા હતા. અહીં સીબી વિભાગે કોમ્પ્યૂટરના ડેટા તેમજ અન્ય હિસાબી ચોપડા જોતા અંદાજીત રૂા.200 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું હતું. સીબી વિભાગે હીરા પેઢીના માલિક આશિષ ભેડા તેમજ જયરાજ ભેડાને અટકાયતમાં લઇને તેમની પુછપરછ શરૂ કરી હતી. કરોડો રૂપિયાના હિસાબી ગોટાળા કરીને સરકારની સાથે આર્થિક ચિટિંગ કરનાર બંને ભાઇઓની સામે સીબી વિભાગે ફરિયાદ નોંધીને તેઓની ધરપકડ કરી હતી. બંનેને શુક્રવારે મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંનેના રિમાન્ડ નામંજૂર કરતા બંનેને લાજપોર જેલમાં મોકલી દેવાયા હતા. કોર્ટમાં આશિષ ભેડાએ બળજબરીથી કબૂલાત કરવા માટે સીબી વિભાગે ફિઝિકલી ટોર્ચરીંગ કર્યું હોવાની ફરિયાદ પણ કરી હતી.