ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બદાયૂંમાં બે નાના ભાઈઓની હત્યા: મુખ્ય આરોપી સાજીદનું એન્કાઉન્ટર, ઈન્સ્પેક્ટર ઘાયલ

Text To Speech
  • બાબા કોલોનીમાં બે માસૂમ બાળકોની છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી

ઉત્તર પ્રદેશ, 20 માર્ચ: બદાયૂંની બાબા કોલોનીમાં મંગળવારે સાંજે એક કોન્ટ્રાક્ટરના ઘરમાં ઘૂસીને બે માસૂમ બાળકોની હત્યા કરવામાં આવી છે. સલૂન ચલાવતા સાજીદે આ ઘટનાને અંજામ આપ્યું હતું. આ સનસનાટીભર્યા બનાવથી શહેરમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ અને આગચંપી કરી છે. તો બીજી તરફ ઘટનાના ત્રણ કલાક બાદ પોલીસે આરોપી સાજીદને ઘેરી લીધો અને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

 

 

કોન્ટ્રાક્ટર વિનોદ ઠાકુરના બે પુત્રો 13 વર્ષિય આયુષ અને 6 વર્ષીય અહાનની બદાયૂંની મંડી સમિતિ પોલીસ ચોકીથી 500 મીટર દૂર બાબા કોલોનીમાં મંગળવારે સાંજે 6.30 વાગ્યે છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. પોતાના ઘરની સામે હેર સલૂન ચલાવતા સાજીદે તેના બે સાગરિતો સાથે મળીને આ ગુનો આચર્યો હતો. ઘટનાના ત્રણ કલાક પછી પોલીસે લગભગ બે કિમી દૂર સ્થળને ઘેરી લીધું અને આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. એન્કાઉન્ટરમાં ઈન્સ્પેક્ટર ગૌરવ વિશ્નોઈ પણ ઘાયલ થયા છે.

આરોપીના હાથ નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા હતા

 

સાજિદે બંને બાળકોની ખૂબ જ ક્રૂરતાથી હત્યા કરી હતી. તેના હાથ બાળકોના લોહીથી રંગાયેલા હતા. તેના આખા શરીરમાં લોહી-લોહી હતું. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારો સાજીદ તેમના ઘરેથી ભાગી ગયો હતો. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે લોકોએ જણાવ્યું કે, હત્યારો લોહીથી લથપથ ઘરની બહાર આવ્યો હતો અને ભાગી ગયો હતો. જેના કારણે પોલીસ તેની પાછળ પડી હતી. ઈન્સ્પેક્ટર ગૌરવ બિશ્નોઈ અને એસઓજીની ટીમ તેને શોધીને શેકુપુરના જંગલમાં પહોંચી હતી.

પહેલા આરોપીએ ફાયરિંગ કર્યું: પોલીસ

પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા આરોપીએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું, જેના કારણે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. જેમાં હત્યારા સાજીદનું મૃત્યુ થયું હતું. ઈન્સ્પેક્ટર ગૌરવ બિશ્નોઈને પણ ગોળી વાગી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થિતિ નાજુક બનતા ઈન્સ્પેક્ટરને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આઈજી ડો.રાકેશ કુમારનું કહેવું છે કે, હત્યારો ઘરમાંથી ભાગી ગયો હતો. પોલીસ તેનો પીછો કરી રહી હતી. તે દરમિયાન પહેલા તેણે ફાયરિંગ કર્યું અને પછી પોલીસે ફાયરિંગ શરૂ કર્યું. જેમાં આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. ઘટનાના ત્રણ કલાકમાં જ આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેને બે ગોળી વાગી હતી.

આ પણ વાંચો: લોકપાલે મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો’; નિશિકાંત દુબેએ કર્યો મોટો દાવો

Back to top button