કોરોનાના બે વર્ષ બાદ શિરડીના સાંઈ બાબા મંદિરમાં 1 વર્ષમા 398 કરોડ રૂપિયાનું થયું દાન
મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના શિરડીના સાંઈ બાબા મંદિરમાં ભક્તોએ બાબાના ચરણોમાં 398 કરોડ રૂપિયાનું કર્યું દાન. આ ચમત્કાર માત્ર એક વર્ષમા થયો છે. કોરોનાના બે વર્ષ બાદ જયારે ભક્તો માટે બાબાના દ્વાર ખૂલી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ માં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેનું ઉદાહરણ છે મહારાષ્ટ્રનું સાંઈ બાબાનું મંદિર જેમા ભક્તો બાબાના આશીર્વાદ લેવા માટે આતુર છે. આશીર્વાદની સાથે-સાથે બાબાને ભેટ ચઢાવાવમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો ગયા વર્ષની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં ગુડીપડવાના તહેવાર પર તમામ ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. ત્યારે ભક્તો પણ મન મુકીને પોતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. એમાં પણ માત્ર જો છેલ્લા 13 મહિના પર નજર નાખીએ તો ભક્તોએ મન મુકીને બાબાના ચરણોમા 398 કરોડનું દાન કર્યું છે. જો કોરોનાકાળ સાથે સરખામણી કરીએ તો બાબાના ચરણોમાં 92 કરોડ રૂપિયાનું દાન કરવામા આવ્યું છે.
આ પણ વાંચો : સાધ્વીજી મહારાજને નિવાસી સંગઠનમાંથી રોડ પર લાવવામાં આવ્યા, આ તે કેવી દુર્દશા
કોરોના સમયગાળા દરમિયાન, શિરડીમાં સાંઈ બાબાના દરવાજા લગભગ દોઢ વર્ષ સુધી રહ્યા. ગયા વર્ષે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુડી પાડવા પર તમામ ધાર્મિક સ્થળોના દરવાજા ખોલવા માટે આદેશ આપી દીધો હતો. ત્યારપછી બાબાના દર્શન માટે ભક્તોની સંખ્યા વધતી ગઈ. એમાં પણ માત્ર છેલ્લા 13 મહિનામાં લગભગ 1.5 કરોડ ભક્તોએ બાબાના દર્શન કર્યા.
છેલ્લા 13 મહીનામા 398 કરોડનું દાન
છેલ્લા 13 મહિનામાં 398 કરોડ રૂપિયનું દાન કરનારા ભક્તો અલગ-અલગ રીતે આવ્યા છે. જેમાં 27 કિલો સોનું અને 356 કિલો ચાંદીનો સમાવેશ થાય છે.તેમજ આ દાનનો પણ સદુપયોગ કરવામાં આવ્યો છે. જેમા ભક્તોને સુવિધા પૂરી પાડવા, આફત સમયે રાહત કાર્ય માટે અને વિવિધ સામાજિક કર્યો માટે થાય છે. સાંઈ સ્ન્સ્થાનની 2500 કરોડની થાપણો પણ વિવિધ રાષ્ટ્રીય બેન્કોમાં છે. આ ઉપરાંત સંસ્થા પાસે 485 લોકો સોનું અને 6 હાજર 40 કિલો ચાંદી પણ છે.
7 ઓક્ટોબર 2021 થી 14 નવેમ્બર 2022 સુધીમાં બાબાના ચરણોમાં અલગ-અલગ 8 રીતે દાન આયુ છે. દાન પેટીમાં 169 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ડોનેશન કાઉન્ટરમાંથી 78 કરોડ રૂપિયા આવ્યા. ભક્તોએ ઓનલાઇન દાન તરીકે 73 કરોડ 54 લક રૂપિયા આપ્યા હતા. આ સિવાય જો ચેક અને ડીડી દ્વારા 19 કરોડ 68 લાખ જમા કરવામાં આવ્યું. તેમજ ડેબીટ કાર્ડ દ્વારા 42 કરોડ, મની ઓર્ડર દ્વારા 2 કરોડ 29 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા. 12 કરોડ 55 લાખની કિંમતનું 27 કિલો સોનું ઓફર કરવામા આવ્યું હતું. તેમજ 1 કરોડ 68 લાખની કિંમતની 356 લોકો ચાંદી અર્પણ કરવામાં આવી હતી. જો ત્રણ વર્ષની સરેરાશની વાત કરીએ તો 2019-20માં 290 કરોડનું દાન થયું હતું. જયારે 2020-21માં કોવીડને કારણે ભારે ઘટાડો થયો હતો. અને તે સમયે દાનની રકમ 92 કરોડ હતી. વર્ષ 2021-22માં આ રકમ ફરી વધીને 398 કરોડ થઈ ગઈ છે.