વૃદ્ધ દંપતીનો જીવ બચાવનાર કેરળની મહિલાઓની ઇઝરાયલે પ્રશંસા કરી
- આ મહિલાઓની બહાદુરીનો ઉલ્લેખ ખુદ ઇઝરાયેલે કર્યો
- ઇઝરાયેલી દૂતાવાસે મહિલાઓને સુપરવુમન ગણાવી
- સબિથાએ વીડિયો શેર કરી જણાવી આપવીતી
હમાસ હુમલામાં કેરળની બે મહિલાઓએ એક વૃદ્ધ દંપતીનો જીવ બચાવતા ઇઝરાયેલ સરકારે આભાર માન્યો છે. ભારતીય મૂળની મહિલાઓ ઇઝરાયેલમાં એક વૃદ્ધ દંપતીની સંભાળ રાખવાનું કામ કરે છે. 7 ઑકટોબરે હમાસે જ્યારે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે આ વૃદ્ધ દંપતીના ઘરે આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. એ સમયે આ બંને યુવતીઓએ દંપતીને બચાવી લીધા હતા. હમાસ હુમલામાં આ મહિલાઓની બહાદુરીનો ઉલ્લેખ ખુદ ઇઝરાયેલે કર્યો છે. હુમલા દરમિયાન વૃદ્ધ દંપતી માટે જીવનરક્ષક સાબિત થઈ હતી.
ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે 17 ઓક્ટોબર સોશિયલ મીડિયા પર બે કેરળવાસીઓની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી, જેમણે હમાસના હુમલા દરમિયાન દરવાજાનું હેન્ડલ પકડી રાખ્યું હતું અને પોલીસ આવે ત્યાં સુધી હુમલાખોરોને ઘરની અંદર પ્રવેશતા રોક્યા હતા. ઇઝરાયેલી દૂતાવાસે આ ભારતીય મહિલાઓને સુપરવુમન ગણાવી હતી.
भारतीय वीरांगनाएं ! 🇮🇳🇮🇱
मूलतः केरला की रहने वाली सबिता जी, जो अभी इजराइल में सेवारत हैं, बता रही हैं कि कैसे इन्होने और मीरा मोहन जी ने मिलकर इसरायली नागरिकों कि जान बचाई। हमास आतंकवादी हमले के दौरान इन वीरांगनाओं ने सेफ हाउस के दरवाजे को खुलने ही नहीं दिया क्योंकि आतंकवादी… pic.twitter.com/3vu9ba4q0d
— Israel in India (@IsraelinIndia) October 17, 2023
સબિથાએ કેવી રીતે બચાવ્યો વૃદ્ધ દંપતીનો જીવ
સબિથાએ એક સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં જણાવ્યું કે, રશેલ નામની વૃદ્ધા ALS થી પીડિત છે. હું નાઈટ ડ્યુટી ખતમ કરીને ઘરે જવાની હતી ત્યારે સવારના 6.30 વાગ્યે સાયરનનો અવાજ આવ્યો અને અમે બધા સેફ હાઉસ તરફ દોડ્યાં. અચાનક જ આતંકવાદીઓ અમારા ઘરમાં ઘૂસીને ગોળીબાર કરવા લાગ્યા તેમજ બારીના કાચ પણ તોડી નાખ્યા. આતંકવાદીઓ સવારે 7.30ની આસપાસ ઘરમાં હતા અને અંદર ઘૂસવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ અમે દરવાજો જોરથી પકડી રાખ્યો.
આતંકીઓનું દરવાજા પર ફાયરિંગ કરવાનું ચાલું હતું પણ અમે જરાય ડર્યા વિના મજબૂતાઈથી દરવાજો પકડી રાખ્યો. તેમણે ઘરની આસપાસ બધું જ તબાહ કરી નાખ્યું હતું, સબિથાએ કહ્યું કે, બહાર શું થઈ રહ્યું તેની અમને કોઈ જાણ નહોતી. અમે સાડા પાંચ કલાક સુધી દરવાજો પકડી રાખ્યો હતો. સબિથાનું કહેવું છે કે, અમારી પાસે કંઈ જ બચ્યું નથી. હુમલાખોરોએ મીરાના પાસપોર્ટ સહિત અમને પૂરી રીતે લૂંટી લીધા હતા.
આ પણ વાંચો: ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામની માંગ કરતી રશિયાની દરખાસ્તને UNSCએ ફગાવી