ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓએ મંદિરમાંથી 45 લાખના સોનાની કરી ચોરી

  • સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓ સામે ફરિયાદ
  • ટ્રસ્ટીઓએ 45 લાખનું સોનાનું વરખ અને ચેઈનની કરી ચોરી
  • પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બે ટ્રસ્ટીઓ 45 લાખનું સોનાનું વરખ અને ચેઈનની ચોરી કરી હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે. મંદિરના અન્ય ટ્રસ્ટીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહુડીમાંથી 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોરી

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓએ 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોરી કહી હોવાની ઘટના સામે આવી છે. મંદિરના અન્ય ટ્રસ્ટીએ માણસા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. આ આરોપીઓએ મંદિરના ભંડારમાંથી રોકડ રકમની પણ ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે માણસા પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ કરી લીધી છે. અને આ અંગે વધું પુછપરછ હાથ ધરી છે.

મહુડીમાં ચોરી-humdekhengenews

મંદિરના બે ટ્રસ્ટીઓ સામે નોંધાવી ફરિયાદ

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મહુડી મંદિરમાં કુલ ટ્રસ્ટીઓ છે.અને અહીભગવાનના સોનાનો વરખ વર્ષમાં એક વખત ઉતારવામાં આવતો હોય છે. અને તેને તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં ગાળવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે સોનાનાનો વરખ ગાળતા તેનું વજન 700થી 800 ગ્રામ જેટલું વજન ઓછું નીકળ્યું હતું . જેથી આ ટ્રસ્ટ્રીઓ પર શંકા જઈ હતી.જેથી મંદીરના એક ટ્રસ્ટી ભૂપેન્દ્ર શાંતિલાલ વોરાએ અન્ય બે ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી. અને તેમની તપાસ કરતા આ આરોપીઓએ અગાઉ પણ મંદિરના ભંડારમાંથી પણ રોકડ રકમની ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું.

જાણો કેવી રીતે આપ્યો ચોરીને અંજામ

આ અંગે મંદિરના સ્ટાફના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલાં નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતા મંદિરમા સ્ટાફની હાજરીમાં સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી.આ સાથે તેમણે સોના અને ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હતી. અને આ બે ટ્રસ્ટીઓએ સ્ટાફને જમવા માટે મોકલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે સ્ટાફ અને મંદિરના અન્ય ટ્રસ્ટીઓને આ ચોરી અંગે જાણ તઈ ત્યારે તેઓએ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી, જેમા આ બે ટ્રસ્ટીઓ ચોરી કરી હોવાની જાણ થઈ હતી. જેથી મંદિરના અન્ય ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : દાહોદ : ‘નલ સે જલ’ યોજના અંતર્ગત નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 6 શ્રમિકો ઘાયલ

Back to top button