ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર: LOC પર ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓ ઠાર

Text To Speech
  • આતંકવાદીઓ પાસેથી હથિયારો મળી આવ્યા
  • LoC પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આતંકીઓ
  • જમ્મુૃ-કાશ્મીર પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું

21 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરના બારામુલાના ઉરી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ 22 ઑક્ટોબરે આ માહિતી આપી હતી. બંને આતંકવાદીઓ એક મોટા જૂથનો ભાગ હતા, જેઓ સતત વરસાદ અને ઓછી વિઝિબલિટી વચ્ચે LOC પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસને ઈનપુટ મળ્યા હતા કે સશસ્ત્ર આતંકવાદીઓનું એક જૂથ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આના પગલે સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા અને ઘૂસણખોરી વિરોધી ગ્રીડ મજબૂત કરવામાં આવી હતી.

શનિવારે બપોરે લગભગ 3 વાગે સૈન્યના સતર્ક જવાનો દ્વારા આતંકવાદીઓના જૂથને અટકાવવામાં આવ્યું, ત્યારબાદ આતંકવાદીઓએ સેના પર ગોળીબાર શરૂ કર્યો. મોડી રાત સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બાકીના આતંકવાદીઓ તેમની હદમાં પાછા ફર્યા. તેઓ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ પણ લઈ ગયા હતા.

તપાસ કરતાં સ્થળ પરથી હથિયારો મળી આવ્યા

બે આતંકીઓને ઠાર કર્યા બાદ સેનાએ શનિવારે રાતથી રવિવાર સાંજ સુધી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તલાશી દરમિયાન સ્થળ પરથી હથિયારો મળી આવ્યા હતા. જેમાં બે એકે સિરીઝની રાઈફલ, 6 પિસ્તોલ, ચાર ચાઈનીઝ ગ્રેનેડ, ધાબળા અને પાકિસ્તાની અને ભારતીય ચલણ, પાકિસ્તાની દવાઓ અને ખાદ્ય ચીજવસ્તુઓવાળી બે લોહીથી લથબથ બેગ હતા. ખરાબ હવામાનને કારણે સેનાએ રવિવારે મોડી રાત્રે સર્ચ ઑપરેશન બંધ કરી દીધું હતું, હવામાનમાં સુધારો આવતાં ફરીથી ઑપરેશન હાથ ધરાયું હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર : શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Back to top button