ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરના કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ

Text To Speech
  • આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં ત્રણથી ચાર આતંકવાદીઓ હોવાની આશંકા

કુપવાડા, 5 ઓકટોબર: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LOCને અડીને આવેલા ગુગલધર વિસ્તારમાં આજે શનિવારે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્રણથી ચાર આતંકવાદીઓ હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં હજુ પણ ફાયરિંગ ચાલુ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.

ભારતીય સેનાએ કહ્યું છે કે, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સૈનિકોએ ગુગલધરમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોયા અને ઘૂસણખોરોને પડકાર્યા, જેના કારણે ગોળીબાર થયો. ઓપરેશન હજુ પણ ચાલુ છે અને તેનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ કરી રહી છે.

 

કુપવાડામાં લેન્ડમાઇન વિસ્ફોટ

જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં શુક્રવારે નિયંત્રણ રેખા (LOC) પાસે લેન્ડમાઈન બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ઉત્તર કાશ્મીર જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં LOC પર ગુગલધરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે લેન્ડમાઇન વિસ્ફોટમાં સેનાના બે સૈનિકો ઘાયલ થયા હતા. બંને સૈનિકોને ડ્રગમુલ્લા સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.”

આ પણ જૂઓ: Breaking News : વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Back to top button