ડીસા હાઈવે પર બાઈક સ્લીપ ખાતા બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
- ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર આજે બાઈક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બે વિદ્યાર્થી મિત્રોને ગંભીર ઇજા પહોંચતા ડીસામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા.
ડીસા: ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આખોલ ચાર રસ્તા પર આવેલ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. માલગઢ ગામે રહેતા ધવલ માળી અને મિતેશ માળી નામના બે મિત્રો બાઈક લઈને ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે અભ્યાસ માટે જઈ રહ્યા હતા. ધોરણ 10 માં અભ્યાસ કરતા આ બંને મિત્રો આખોલ ચાર રસ્તા પર આવેલ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
બાઈક સ્લીપ ખાતા બંને મિત્રો રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો, નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં બંને વિદ્યાર્થીઓને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં એક વિદ્યાર્થીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડાયો છે.
આ પણ વાંચો: ડીસા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સુસાઈડ અવેરનેસ કાર્યક્રમ યોજાયો