ટોપ ન્યૂઝનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

‘SSLV રોકેટ માત્ર બે સેકન્ડની ભૂલને કારણે થયું ફેલ’, ઈસરોના વડાએ સ્વીકાર્યું

Text To Speech

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ 7 ઓગસ્ટ 2022ના રોજ દેશનું નવું રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) લોન્ચ કર્યું હતું. પરંતુ રોકેટ સંપૂર્ણપણે સફળ થયું ન હતું. બંને ઉપગ્રહોને ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવાને બદલે તેણે લંબગોળ ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. ઈસરોના વડા એસ. સોમનાથે આનું કારણ જણાવ્યું છે.

બે સેકન્ડની ભૂલને કારણે રોકેટ થયું ફેલ

એસ સોમનાથે જણાવ્યું હતું કે રોકેટના એક્સીલેરોમીટરમાં બે સેકન્ડ માટે થોડી ભૂલ હતી. જેના કારણે રોકેટે EOS-2 અને AzaadiSAT બંને ઉપગ્રહોને 356 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષાને બદલે 356×76 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં મૂક્યા. હવે આ ઉપગ્રહો કોઈ કામના નથી. કારણ કે તેમનો સંપર્ક કરવો શક્ય નથી. આ ભૂલ સેન્સરની નિષ્ફળતાને કારણે થઈ છે. જેના કારણે છેલ્લી ઘડીએ રોકેટની દિશા અને ગતિ બદલાઈ ગઈ.

વૈજ્ઞાનિકો નિષ્ફળતાઓઅને સફળતા માટે તૈયાર હોય છે

SSLV એ ત્રણ તબક્કાનું રોકેટ છે જે સંપૂર્ણ રીતે ઘન પ્રોપેલન્ટ પર ચાલે છે. તે ભ્રમણકક્ષામાં 500 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને ગોઠવવા માટે રચાયેલ છે. ઈસરોના વડાએ કહ્યું કે અમે બધા વૈજ્ઞાનિકો અનેક પ્રકારની નિષ્ફળતાઓ માટે તૈયાર છીએ. કોઈપણ મિશનમાં સફળતા અને નિષ્ફળતા સમાન રીતે જોવામાં આવે છે.

Back to top button