ગુજરાત

ડીસા-પાટણ હાઇવે પરથી રોયલ્ટી પાસ વગરના રેતીના બે ડમ્પર ઝડપાયા

Text To Speech

પાલનપુર, ડીસા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ભુમાફીયા બેફામ બની ગયાં હોય તેવું દેખાઈ રહ્યું છે. અનેકવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં અનેક જગ્યાએ આજેપણ રોયલ્ટીની ચોરી કરી રેતી ભરેલ ડમ્પરો રોડ પર બેફામપણે દોડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ડીસા ગ્રામિણ મામલતદાર ઢુવા ગામે મતદાર યાદી સુધારણા અંતગર્ત કામગીરીથી પરત આવતાં હતાં. જે દરમિયાન ડીસા- જુનાડીસા રોડ પર ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો નજરે પડ્યા હતાં. મામલતદાર દ્વારા રેતી ભરેલ ડમ્પરોની પીછો કરવામાં આવ્યો હતો અને એપીએમસી માર્કેટ પાસે આવેલ એસ. વી. પ્લાઝા શોપિંગ સેન્ટર આગળ રેતી ભરેલ ડમ્પરો ઉભા રખાવી પુછતાછ કરવામાં આવી હતી. જે દરમિયાન રેતી ભરેલ ડમ્પરો ચાલકો પાસે રોયલ્ટી પાસ ના હોઈ ગ્રામિણ મામલતદાર દ્વારા રેતી ભરેલ બે ડમ્પર ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જ્યારે ડીસા તાલુકા પોલીસ દ્વારા મામલતદાર દ્વારા ઝડપાયેલ રેતી ભરેલ બે ડમપર કબ્જે કરી વધું તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીસા -પાટણ હાઈવે પરથી રોયલ્ટી પાસ વગર ફરતાં રેતી ભરેલ બે ડમ્પરો મામલતદારે ઝડપી પાડતાં રેતી માફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Back to top button