ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં બે વ્યક્તિઓએ અનોખી રીતે બેંકથી લોન લઇ કરી લાખો રૂપિયાની છેતરપિંડી

  • સાબરમતી પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો સામે ફરિયાદ થઇ
  • બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભર્યાની ફરિયાદ
  • ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી

અમદાવાદમાં બે વ્યક્તિઓએ અનોખી રીતે બેંકથી લોન લઇ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જેમાં અન્ય વ્યક્તિના નામે બે-શખ્સોએ 11.65 લાખની લોન લીધી હતી. તેમાં ન્યુ રાણીપમાં લોનના હપ્તા ન ભરતા બેંક તપાસમાં ભાંડો ફૂટયો છે. તથા બેંકના મેનેજરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર, 7 દિવસમાં માંદગીના ઈમરજન્સી કોલ્સ જાણી રહેશો દંગ 

બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભર્યાની ફરિયાદ

બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભર્યાની ફરિયાદ નોંધાઇ છે. ન્યુ રાણીપમાં આવેલ SBI બેંકમાં બે શખ્સોએ અન્ય વ્યકિતના કારના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બેંકમાં જમા કરીને 11.65 લાખ રૂપિયાની લોન કરાવ્યાનું સામે આવ્યુ છે. જેમાંથી બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભરતા અંતે બ્રાન્ચ મેનેજરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસ સ્ટેશનમાં મયુર પટેલ અને રાહુલ નાયક વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ

થલતેજ વિસ્તારમાં ગૌરવભાઇ યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ ન્યુ રાણીપ ખાતે SBI બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની બેંકમાં મયુર પટેલ એક કાર માટે 11.65 લાખની લોન માટે આવ્યો હતો. જેમાં વેસ્ટ સાઇડ કાર્સ કંપનીનું કોટેશન, કાર લોનની એપ્લીકેશન, પાનકાર્ડ, આધારકાર્ડ, આઇટી રીર્ટન સહિતના ડોક્યુમેન્ટની નકલ મયુર પટેલે બેંકમાં આપી હતી. જેથી બેંક દ્વારા લોન પાસ કરવામાં આવી હતી. બાદમાં મયુર પટેલ લોનના હપ્તા ભરતો ન હતો.

બેંક દ્વારા હપ્તા ભરવા અંગે મયુર પટેલને નોટીસ મોકલી

બેંક દ્વારા હપ્તા ભરવા અંગે મયુર પટેલને નોટીસ મોકલી હતી. જેથી મયુર પટેલનો મરણ દાખલો બેંકમાં જમા કરાવ્યો હતો. જેના પગલે બેંકની ટીમને શંકા થતાં ઉંડાણ પૂર્વક તપાસ કરતા સામે આવ્યુ કે, મયુર અને વેસ્ટ સાઇડ કાર્સ કંપનીનો માલિક રાહુલ નાયક બન્ને ભેગા મળીને ખોટી આરસીબુક તેમજ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને કાર બીજાના નામે હોવા છતાં ખોટા ડોક્યુમેન્ટના આધારે બેંકમાંથી 11.65 લાખની લોન કરાવ્યાનું સામે આવ્યુ છે. આ અંગે ગૌરવભાઇએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મયુર પટેલ અને રાહુલ નાયક વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

Back to top button