અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા બે શખ્સ રૂ.31.50 લાખ સાથે ઝડપાયા
- અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને રૂપિયા પડાવતા હતા
- વૈભવી બંગલામાં ચાલતા કોલસેન્ટરને ઝોન-6 એલસીબી સ્કવોડે ઝડપી પાડયું
- મુંબઈથી ઓપરેટ થતા કોલ સેન્ટરના રીસીવર અને હવાલા મારફતે રૂપિયા મુંબઇ મોકલતા
અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેની ખોજા સોસાયટીમાં કરોડોના વૈભવી બંગલામાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરને પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને રૂપિયા પડાવતા હતા.
મુંબઈથી ઓપરેટ થતા કોલ સેન્ટરના રીસીવર અને હવાલા મારફતે રૂપિયા મુંબઇ મોકલતા
ઝોન-6 એલસીબી સ્કવોડે દરોડા પાડીને કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાસ કર્યો છે, મુંબઈથી ઓપરેટ થતા કોલ સેન્ટરના રીસીવર અને હવાલા મારફતે રૂપિયા મુંબઇ મોકલતા બે આરોપીની ધરપકડ કરીને રોકડા રૂ. 31.50 લાખ રોકડ, લેપટોપ સહિત કુલ રૂ. 32.49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી મુંબઇના મુખ્ય આરોપીને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે.
વૈભવી બંગલામાં ચાલતા કોલસેન્ટરને ઝોન-6 એલસીબી સ્કવોડે ઝડપી પાડયું
અમેરિકાના નાગરિકોને લોભામણી લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા પડાવતા હોવાની માહિતી આધારે મણિનગરમાં પોલીસે દરોડા પાડીને જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ચાલતા કોલસેન્ટરને ઝોન-6 એલસીબી સ્કવોડે ઝડપી પાડયું હતું અને પોલીસે સલમાન અને સિધ્ધાર્થની ધરપકડ કરી છે. પોલીસે દરોડો પાડતા સલામન પાસેથી રોકડ રૂ. 31.50 લાખ રોકડા મળી આવ્યા હતા.
મોબાઈલ ફોન અને હાર્ડડિસ્ક સહિતનો રૂ.32.49 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે
ઉપરાંત લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડડિસ્ક સહિતનો રૂ.32.49 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપી સલમાન મુંબઈથી કોલ સેન્ટર ચલાવતા શખ્સ પાસેથી લીડ મેળવીને અમેરિકન નાગરિકો પાસેથી ડોલરમાં રૂપિયા પડાવતો હતો. જ્યારે સિધ્ધાર્થ રૂપિયાનું કલેક્શન કરીને હવાલા મારફતે મુંબઈમાં બેઠેલા શખ્સને મોકલી આપતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે ત્રણેય સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને બે આરોપીની ધરપકડ કરીને ફરાર મુખ્ય આરોપીને પકડવા મુંબઇ ટીમો રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચો: બાબા સિદ્દિકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ કનેક્શન બાદ કચ્છમાં પોલીસ સતર્ક થઇ