સુરતના સારોલીમાંથી રૂ.8.57 કરોડના સોના સાથે બે શખસો ઝડપાયા
સુરત, 20 ડિસેમ્બર : ગુજરાતના આર્થીક પાટનગર સુરતમાંથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. તેની સાથે 2 શખસોની પણ ધરપકડ કરવામાં આવી છે. સારોલી પોલીસે આ કાર્યવાહી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ સોનું રફ ટુકડાઓમાં મળી આવ્યું હતું. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
રૂ.8.57 કરોડનું સોનું લઈને જતાં બે શખસો ઝડપાયા
જાણવા મળ્યા મુજબ, સુરત (Surat) માં સારોલી પોલીસ (Saroli Police) ની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે, એક કારમાં કેટલાક શખસો મોટા પ્રમાણમાં શંકાસ્પદ સોનું લઈને પસાર થવાના છે. જે હકીકત દરમિયાન સારોલી વિસ્તારમાં આવેલી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે વોચમાં હોય ત્યારે ત્યાંથી પસાર થતી શંકાસ્પદ કારને ઊભી રાખવામાં આવી હતી.
જેમાં તપાસ કરતા બે શખસો તેમાં બેઠાં હોય તેની પાસેથી કાચા સોનાના નાના-મોટા ટુકડા, ભૂકો અને બિસ્કીટ થઈને કુલ 14 કિલો 700 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સારોલી પોલીસે 8.57 કરોડ રૂપિયાનું સોનું સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને બે શખસોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સોનાના કોઈ પુરાવા ન મળી આવ્યા
સારોલી પોલીસની ટીમે જણાવ્યું હતું કે, કારચાલક સહિતના બંને શખસોમાં હિરેન ભરતભાઈ ભટ્ટી અને મગન ધનજીભાઈ ધામેલીયાને ધરપકડ કરી હતી. કારમાં સવાર બંને શખસોના પેન્ટ-શર્ટમાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી હતી. જેમાંથી સોનાના 8 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે કુલ 14 કિલો 700 ગ્રામ વજનનું સોનું સહિત બે મોબાઈલ ફોન અને કાર થઈને કુલ 8.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો :- ગુજરાતનું ગૌરવ : સુરતનું ઈચ્છાપોર પોલીસસ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન