ગુજરાત

ગોંડલ નજીક રેલવે ટ્રેક ઉપરથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનારા બે ઝડપાયા

Text To Speech
ગોંડલ તાલુકાના ભોજપરા ખાતેથી રેલવે લાઈનના 50 મીટરના વાયર કટીગ કરીને તસ્કરોએ તેની ચોરી કર્યાની ઘટના સામે આવી હતી. જેને પગલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને વાયર સાથે રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ટ્રેનમાં વાયર ફસાઈ ગયો હતો, પાયલોટની સમય સુચકતાથી જાનહાની ટળી
મળતી માહિતી મુજબ, ગત તા. 27 જૂને ભોજપરા પાસે સોમનાથ – ઓખા ટ્રેન ગઈ રાત્રે એક વાગ્યાની આસપાસ પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનનાં વ્હીલમાં વાયરો ફસાઈ ગયા હતા પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાથી ટ્રેન અટકાવી દેવાતા મોટી દૂર્ઘટનાં ટળી હતી. જો કે ઇલેક્ટ્રિફિકેશનની ચાલી રહેલી કામગીરીના લીધે વીજ વાયરો ત્યાં પડ્યા હતા તે જોઇ તસ્કરોની દાઢ ડળકી હતી અને 50 મીટર વાયરની ચોરી થઇ ગઇ હતી, જ્યારે બાકીનો વાયર ચોરો રેલ્વે ટ્રેક પર જ મૂકીને ચાલતા થઇ ગયા હોવાની શંકાના આધારે રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ હાથ ધરી હતી.
રિબડા ચોકડી પાસેથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા
જેને પગલે ગોડલ તાલુકા પોલીસે આજે ચોક્કસ બાતમીને આધારે આ ચોરીના આરોપી દિપક ઉર્ફે દીપુ બટુકભાઈ સાદમીયા અને જસમત ધીરુભાઈ સોલંકીની રીબડા ચોકડી પાસે જગતાત હોટલ નજીકથી ચોરીના મુદ્દામાલ, છકડો રીક્ષા અને બાઈક સહિત રૂ.1 લાખનો મુદામાલ સાથે ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બન્ને આરોપીઓ અગાઉ પણ અનેક વખત ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચુક્યા છે.
Back to top button