ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાંથી બોગસ પાસપોર્ટ સાથે વિદેશ જતા બે લોકો ઝડપાયા

  • યુવાન નકલી પાસપોર્ટના આધારે અબુધાબીની મુસાફરી કરવાનો હતો
  • બંસી સાવનિયા નામની મહિલા બોગસ પાસપોર્ટના આધારે લંડન મુસાફરી કરવાની હતી
  • ચંદીગઢના સુરજસિંહ નામના વ્યક્તિનો પાસપોર્ટ બનાવ્યો હતો

અમદાવાદમાંથી બોગસ પાસપોર્ટ સાથે વિદેશ જતા બે લોકો ઝડપાયા છે. જેમાં જગત દલામી નામના 36 વર્ષીય યુવક નકલી પાસપોર્ટના આધારે અબુધાબીની જવાની ફિરાકમાં હતો. તેમજ બંસી સાવનિયા નામની મહિલા બોગસ પાસપોર્ટના આધારે લંડન મુસાફરી કરવાની હતી ત્યારે બન્નેને શંકા જતા ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં રૂ.35 લાખના ડ્રગ્સકાંડમાં કાર્યવાહી કરાતા વધુ 3 આરોપીની ધરપકડ

યુવાન નકલી પાસપોર્ટના આધારે અબુધાબીની મુસાફરી કરવાનો હતો

આરોપી જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો છે તે નકલી પાસપોર્ટના આધારે અબુધાબીની મુસાફરી કરવાનો હતો. જેમાં નેપાળનો પાસપોર્ટ હોવા છતાં ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. તેમજ અન્ય એક બંસી સાવનિયા નામની મહિલા ઝડપાઇ છે. તે બોગસ પાસપોર્ટના આધારે લંડન મુસાફરી કરવાની હતી.પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો છે. તેમજ SOGએ તપાસ શરૂ કરી છે. એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરનાર લોકોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો છે તેણે ચંદીગઢના સુરજસિંહ નામના વ્યક્તિનો પાસપોર્ટ બનાવ્યો હતો.

બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવડાવી યુ.કે જવાની કોશિશ કરનાર યુવક ઝડપાયો

તાજેતરમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવડાવી યુ.કે જવાની કોશિશ કરનાર યુવક ઝડપાયો હતો. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારીને શંકા જતા મુસાફરની તપાસ દરમિયાન પાસપોર્ટ બોગસ બનાવ્યો હોવાની હકીકત સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે ઈમીગ્રેશન અધિકારીએ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજીએ બોગસ પાસપોર્ટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

એસઓજીએ બોગસ પાસપોર્ટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી મૂળ પોરબંદરનો રહેવાસી છે અને અમદાવાદ એરપોર્ટ પરથી યુ.કે જવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે એરપોર્ટ ઈમીગ્રેશન અધિકારીએ શંકા આધારે તેને રોકીને તપાસ અને પૂછપરછ કરતા તેનો પાસપોર્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતુ. રાજુ બગોન નાનમા યુકેના રહેવાસીએ યુવક દિલીપને પોતાનો પુત્ર બતાવી વિઝા અપાવ્યા હતા. જે પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા ચુકવ્યા હતા. જે હકિકત સામે આવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી એસઓજીએ તપાસ શરુ કરી છે.

Back to top button