ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

BREAKING NEWS : લોકસભામાં પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા, જોખમ જણાતા સંસદ સ્થગિત

Text To Speech
  • સંસદ ઉપર આતંકી હુમલાની આજે 22મી વરસી છે, ત્યારે જ નવી સંસદમાં આ ઘટના બની
  • સંસદની કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી

નવી દિલ્હી, 13 ડિસેમ્બર : સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો બન્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા હતા જેથી જોખમ જણાતા સંસદની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. બે અજાણ્યા વ્યક્તિ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને ગૃહમાં ઘૂસતા તરત જ ત્યાં અંધાધૂંધી મચી ગઈ હતી. આ મામલો એવા સમયે બન્યો છે જ્યારે આજે સંસદ પર હુમલાની 22મી વર્ષગાંઠ છે. ત્યારે જ નવી સંસદમાં આ ઘટના બનતા સંસદની કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે.

આ પ્રેક્ષકો કર્ણાટકના મૈસૂરના સંસદસભ્યની ભલામણથી સંસદની કાર્યવાહી જોવાના બહાને આવ્યા હતા. જોકે, કેટલાક ચપળ સંસદસભ્યો તેમજ સલામતી દળોએ સાથે મળીને આ તત્વોને ઝડપી લીધા હતા.

 

બંને વ્યક્તિ લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી નીચે કૂદી ગયા અને બંનેએ ધૂમાડો કરવાની મીણબત્તી સળગાવી હતી. યાદ છે, ખાલિસ્તાની આતંકી પન્નુએ હજુ થોડા દિવસ પહેલાં જ ધમકી ઉચ્ચારી હતી કે તે 13 ડિસેમ્બરે સંસદ ઉપર હુમલો કરશે. જોકે આ ઘટનાને તેની સાથે કોઈ લેવાદેવા છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.

PARLIAMENT SECURITY LAPSES

 

 

આ પણ જુઓ :મધ્યપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા, ‘હું ડૉ. મોહન યાદવ’.. જુઓ તસવીરોમાં શપથવિધિ

Back to top button