જર્મનીના કાર્લસ્રુહે શહેરમાં ફાર્મસીમાં બે લોકોને બંધક બનાવી ખંડણી મંગાઈ, શંકાસ્પદોની ધરપકડ
જર્મની પોલીસના એક વિશેષ ડિપાર્ટમેન્ટ દ્વારા દક્ષિણપશ્ચિમ શહેર કાર્લસ્રુહેમાં એક ફાર્મસીમાં કલાકો સુધી લોકોને બંધક બનાવી રાખવાના શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધો છે. આ સિવાય અન્ય એક વ્યક્તિને પણ પકડી લીધો છે. આ સમગ્ર ઘટના દરમિયાન શહેર લોકડાઉન થઈ ગયું હતું.
ફાર્મસીમાં બ્લાસ્ટ પણ કરવામાં આવ્યા હતા
આ ઘટના ગુરુવારે હેમ્બર્ગમાં જેહોવાઝ વિટનેસ હોલમાં નાસભાગ બાદ બની હતી. સાંજે લગભગ 4.30 વાગ્યે કર્મચારીઓ ફાર્મસીમાં દાખલ થયા પછી જ અનેક વિસ્ફોટો સંભળાયા હતા. બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને રાત્રે 9.30 વાગ્યાની આસપાસ પોલીસનું એક સ્પેશિયલ યુનિટ ફાર્મસીમાં ઘુસી ગયું હતું અને બ્લાસ્ટના શકમંદને પકડી લીધો હતો.
બંધક બનાવી ખંડણી મંગાઈ હતી
એક જર્મન અખબાર, સ્ટુટગાર્ટર ઝેઈટંગની માહિતી અનુસાર, બે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને 10 લાખ યુરોની ખંડણી તરીકે માંગવામાં આવી હતી. પોલીસ પ્રવક્તાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, અગાઉ જર્મનીના બિલ્ડ અખબારે અહેવાલ આપ્યો હતો કે પોલીસ કથિત રીતે બંધક બનાવનારના સંપર્કમાં હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાર્લસ્રુહે ફ્રેન્ચ સરહદથી દૂર નથી. આ શહેર લગભગ 300,000 લોકોનું ઘર છે અને જર્મનીની સર્વોચ્ચ અદાલત, ફેડરલ કોર્ટ અહીં આવેલી છે. આ ઘટના પછી, ફાર્મસીની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં કોઈ ઈજાના અહેવાલ નથી.