ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

થાણેમાં ભંગારની દુકાનમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, બેનાં મૃત્યુ

Text To Speech

થાણે (મહારાષ્ટ્ર) 25 નવેમ્બર: થાણેના મુંબ્રા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે એક ભંગારની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે લોકોનાં મૃત્યુ થવાનું કહેવાય છે. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા છે. આ ઘટના ઘોડબંદર રોડ પર એક બિલ્ડિંગના પહેલા માળે બની હતી. જો કે, ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ ઘટનામાં મુંબ્રા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલાએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્ફોટના કારણે નજીકના વાહનો અને મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ ફેલાયો હતો. આગ લાગતા ભંગારની દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ મહિને આવી જ એક ઘટનામાં થાણેમાં કપાસના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ પણ વાંચો: તાઈવાનમાં ભારતીય સમુદાય દ્વારા દિવાળી મિલનઃ પ્રમુખે શુભેચ્છા પાઠવી

Back to top button