- બે સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષને લખ્યો પત્ર
- કડક કાર્યવાહી કરવાની કરવામાં આવી માંગ
શિવસેના(ઉદ્ધવ જૂથ) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી તથા ટીએમસીનાં સાંસદ મૌસમ નૂર દ્વારા શુક્રવારે (22 સપ્ટેમ્બરે) રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં વિઝિટર ગેલેરીમાંથી 50થી વધુ મુલાકાતી દ્વારા કરવામાં આવેલી રાજકીય નારાબાજી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાંસદો દ્વારા પત્રમાં શું લખવામાં આવ્યું ?
સાંસદો દ્વારા પત્રમાં લખવામાં આવ્યું કે ગુરુવારે (21 સપ્ટેમ્બરે) યોજાયેલા રાજ્યસભાનાં વિશેષ સત્ર દરમિયાન સૂત્રોચ્ચારની બનેલી ઘટનાના સંબંધમાં ગંભીર ચિંતા સાથે આ પત્ર લખવામાં આવી રહ્યો છે. જેમાં દર્શક ગેલરીમાં બેઠેલા એક સમૂહે નારબાજી કરી હતી અને સંસદ પરિસરમાં હંગામો કર્યો હતો.
બંને સાંસદ દ્વ્રારા વધુમાં લખવામાં આવ્યું કે, આ સંસદભવનની અંદર માત્ર હંગામો થયો એટલું જ નહીં પરંતુ સદનની અંદરના નિયમો અને નિયમોના અમલીકરણ ઉપર પણ ગંભીર સવાલો ઉઠ્યા. એ બાબત નિરાશાજનક હતી કે રાજ્યસભાની કડક સુરક્ષા વ્યવસ્થા અને ગૃહના સુરક્ષા કર્મચારીઓ દ્વારા મનાઈ કરવા છતાં રાજકીય નારાબાજી કરવામાં આવી. રાજ્યસભામાં મુલાકાતીઓ માટે નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ નિયમોને નેવે મૂકીને મુલાકાતીઓ દ્વારા સ્પષ્ટપણે નિયમ 264નો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે.
આ ઘટના પાછળ સાંસદોને પણ ઠેરાવ્યા જવાબદાર !
સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને સાંસદ મૌસમ નૂર દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું કે નિયમોને આધીન એક સદસ્ય તેના ઓળખીતા વ્યક્તિ માટે જ વિઝિટર કાર્ડની અરજી કરી શકે છે. સદસ્યોને એ સલાહ આપવામાં આવે છે કે તેમના અનુરોધ પરથી આપવામાં આવેલા કાર્ડ ઉપર આવેલા મુલાકાતી જો કંઈપણ કરે છે તો તેના માટે સદસ્ય જવાબદાર રહેશે.