અમદાવાદમાં AMCના વધુ બે લાંચિયા કર્મી ACBના સકંજામાં આવ્યા
- વિવિધ કચેરીઓમાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
- પટાવાળો અને સિકયોરીટીએ ભેગા મળીને માંગી રૂપિયા 1200ની લાંચ માગી
- ACB દ્વારા આ બન્ને કર્મીઓની પૂછપરછ હાથધરાઈ છે
અમદાવાદમાં AMCના વધુ બે લાંચિયા કર્મી ACBના સકંજામાં આવ્યા છે. જેમાં સિકયોરિટી ગાર્ડ અને પટાવાળાએ લાંચ માંગી હતી. ત્યારે સિવિક સેન્ટરના પટાવાળા અને સિકયોરીટી ગાર્ડ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં સિવિક સેન્ટરનો પટાવાળો પ્રવિણ ઠાકોર તથા સિકયોરીટી ગાર્ડ હરપાલસિંહ મકવાણા આરોપી બન્યા છે.
આ પણ વાંચો: સુરતમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, સુસાઈડ નોટ મળી આવી
પટાવાળો અને સિકયોરીટીએ ભેગા મળીને માંગી રૂપિયા 1200ની લાંચ માગી
ACB દ્વારા એક સાથે બે કર્મીઓને લાંચ લેતા ઝડપ્યાં છે. જેમાં પટાવાળો અને સિકયોરીટીએ ભેગા મળીને માંગી રૂપિયા 1200ની લાંચ માગી હતી. ટેકસબિલમાં નામ સુધારવા માટે લાંચ માંગી હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે. તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામાન્ય બની ગયો છે. જેમાં અમદાવાદની રાણીપ AMC સબ ઝોનલ ઓફિસમાં સિકયોરીટી ગાર્ડ અને પટાવાળા તરીકે ફરજ બજાવતા બે કર્મીઓને ACBએ રંગે હાથે ઝડપી લીધા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રૂટ્સનું જાણો કેટલા ટકા ઉત્પાદન ઘટયું
વિવિધ કચેરીઓમાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
બન્ને કર્મચારીઓને ઝડપી ગુનો નોંધવાની કામગીરી હાથધરી છે. ACB દ્વારા આ બન્ને કર્મીઓની પૂછપરછ હાથધરાઈ છે. જેમાં રૂપિયા આગળ કોને આપવામાં આવતા હતા તે તમામ વાતોની ACB ઝીણવટપૂર્વક નોંધ લઈ રહી છે. તેમજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનની સેકન્ડ મોબાઇલ વાનનો સ્ટાફ 200 રુપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. તેથી ACBએ આગળની કાર્યવાહી કરી છે. જેમાં રાજ્યમાં વિવિધ કચેરીઓમાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.