જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ અનંતનાગમાં વિદેશી મજૂરો પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ બે બહારના મજૂરોને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા.
#Terrorists fired upon & injured two outside labourers in Rakh-Momin area of #Anantnag. Both the injured are being shifted to hospital for treatment. Area being #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) November 12, 2022
પોલીસે જણાવ્યું કે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાંથી તે બન્નેને SDH બિજબેહરામાં રિફર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આતંકીઓની શોધખોળની કામગીરી સુરક્ષાદળો કરી રહ્યા છે. આતંકીઓએ કરેલા ફાયરિંગમાં જે લોકો ઘાયલ થયા છે તે લોકોની ઓળખ છોટા પ્રસાદ અને ગોવિંદ નામના વ્યક્તિ તરીકેની થઈ છે. ઘાયલ બન્ને વ્યક્તિ મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુરના રહેવાસી છે. હાલ બન્ને ઘાયલોની હાલત સ્થિતર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે.
Case registered against handlers, active terrorists & OGWs of terror outfit LeT & its offshoot TRF for online publication & dissemination of a direct threat letter to Journalists & reporters based in Kashmir. FIR No. 82/2022 U/S 13 UAPA, 505, 153B, 124A & 506 IPC in shergari PS.
— Srinagar Police (@SrinagarPolice) November 12, 2022
પત્રકારોને ધમકી આપવા બદલ કેસ નોંધાયો
આ સિવાય પોલીસે કાશ્મીરમાં પત્રકારોને ધમકાવવા બદલ લશ્કર-એ-તૈયબા અને તેની શાખા TRFના હેન્ડલર્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. શ્રીનગર પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી છે કે શેરગારી પોલીસ સ્ટેશનમાં UAPA અને IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે ટ્વીટ કર્યું કે, “આતંકવાદી સંગઠન લશ્કર અને તેના શાખાના TRF ઓપરેટરો, સક્રિય આતંકવાદીઓ અને OGW વિરુદ્ધ કાશ્મીરમાં પત્રકારોને સીધા જ ધમકીભર્યા પત્રના ઑનલાઇન પ્રકાશન અને પ્રસાર માટે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ શેરગારી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.”