છોલે ચણા બન્યા બે લોકોના મૃત્યુનું કારણ, નાની અમથી બેદરકારીએ લઈ લીધો જીવ
HD ન્યૂઝ ડેસ્ક : નોયડામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાનકડી બેદરકારીને કારણે બે લોકોના મૃત્યુ થયા છે. અહીં સેક્ટર 70 માં આવેલા બસઈ ગામમાં, બે યુવાનો ભાડાના મકાનમાં રહેતા હતા, જેમના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા. ઘટનાની માહિતી મળતાં ફેઝ-3 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રૂમનો દરવાજો તોડીને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ બંનેને સેક્ટર-39 જિલ્લા હોસ્પિટલ લઈ ગઈ. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. પોલીસે મૃતદેહોને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
તેઓ છોલે-કુલચા અને ભટુરાની લારી ચલાવતા હતા
બે મૃતકોની ઓળખ ઉપેન્દ્ર (૨૨) અને શિવમ (૨૩) તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને છોલે-કુલચા અને ભટુરાનો સ્ટોલ લગાવતા હતા. તે બંને બસઈ ગામમાં એક નાના ભાડાના રૂમમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને રાત્રે ગેસ પર છોલે મૂકીને સૂઈ ગયા હતા. આખી રાત ગેસ સળગતો રહ્યો, જેના કારણે ચણા બળી ગયા અને આખો ઓરડો ધુમાડાથી ભરાઈ ગયો. જ્યારે નજીકના લોકોએ રૂમમાંથી ધુમાડો નીકળતો જોયો, ત્યારે તેઓએ દરવાજો તોડી નાખ્યો. બંને યુવાનોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ગયું હતું.
ઓક્સિજનના અભાવે મૃત્યુ
કેસની માહિતી આપતાં, નોઈડા સેન્ટ્રલ ઝોનના એસીપી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં ગૂંગળામણને કારણે મૃત્યુનો મામલો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે ગૂંગળામણનું કારણ ઓક્સિજનનો અભાવ અને કાર્બન મોનોક્સાઇડનું વધુ પડતું પ્રમાણ માનવામાં આવે છે. રૂમમાં વેન્ટિલેશન નહોતું, જેના કારણે ગેસ અને ધુમાડો એકઠો થયો. બંનેના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.
આ પણ વાંચો : જો તમે સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માંગતા હો, તો જલ્દી કરો અરજી, આ છે છેલ્લી તારીખ