ગુજરાતટોપ ન્યૂઝ

અમૂલ પ્રતિનિધિ મંડળના બે સભ્યોએ ન્યૂઝીલેન્ડમાં મહિલા સાથે જબરજસ્તી કરી

Text To Speech
  • કૃષિ પ્રધાન ડેમિયન ઓકોનોર અને કૃષિ અન્ડર-સેક્રેટરી જો લક્સટન બંને હાજર
  • આ મામલે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાના પણ અહેવાલો
  • કેન્ટરબરીમાં ટ્રેડ ડીલ માટે ગયા જેમાં અયોગ્ય રીતે સ્પર્શ કર્યાનો વિવાદ સર્જાયો

શિષ્ટાચારનો આગ્રહ રાખતા ન્યુઝીલેન્ડમાં ગયેલા અમૂલના પ્રતિનિધિ મંડળના બે સભ્યોએ ત્યાંની એક કંપનીની મહિલા કર્મચારી સાથે પરાણે સેલ્ફી લેવા પ્રયાસ અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવાનો વિવાદ સર્જાયો છે.

આ મામલે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાના પણ અહેવાલો

અલબત્ત, આ મામલે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાના પણ અહેવાલો છે. ન્યૂઝીલેન્ડના સ્થાનિક મીડિયામાં પ્રસારિત સમાચાર એવા છે કે અમૂલનું પ્રતિનિધિ મંડળ ન્યુઝીલેન્ડ સરકારના મંત્રીઓ અને સંભવિત વેપારી ભાગીદારો સાથે કેન્ટરબરીમાં મુલાકાત કરી રહ્યું હતું. ત્યાંની એક ખાનગી કંપનીની મહિલા કર્મચારીએ આક્ષેપ કર્યો છે કે અમૂલના પ્રતિનિધિ મંડળ સાથે આવેલા બે સભ્યોએ તેની સાથે સેલ્ફી લેવા માટે જબરજસ્તી કરી હતી તેમજ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

કૃષિ પ્રધાન ડેમિયન ઓકોનોર અને કૃષિ અન્ડર-સેક્રેટરી જો લક્સટન બંને હાજર

આ કાર્યક્રમમાં ત્યાંના કૃષિ પ્રધાન ડેમિયન ઓકોનોર અને કૃષિ અન્ડર-સેક્રેટરી જો લક્સટન બંને હાજર હતા. તેઓ બંને કહે છે કે તેમણે કથિત ઘટના જોઈ નથી. પરંતુ કંપનીએ ઘટના બની હોવાનું સમર્થન આપ્યું હતું. જ્યારે મહિલા કર્મચારી કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ન્યુઝીલેન્ડમાં મહિલા કર્મચારી સાથે સેલ્ફી લેવામાં બળજબરી થયાના આક્ષેપ અંગે અમૂલે જણાવ્યું કે 17 એપ્રિલ, સોમવારના રોજ તે સમયે ત્યાંના વાણિજ્ય મંત્રી અને PM સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. તેમની હાજરીમાં આવી ઘટના થઈ તેવા બિલકુલ પાયાવિહોણા સમાચાર વહેતા કરી બન્ને દેશો વચ્ચે સુધરતા સબંધ બગાડવાનો આ હીન પ્રયાસ ત્યાંના અમુક તત્વો દ્વારા થયેલ છે તેને અમે વખોડી કાઢીએ છીએ. આ સમયે ત્યાંના વાણિજ્ય મંત્રી અને સરકારના અધિકારીઓના સકારાત્મક પ્રતિસાદ બદલ અમે તેમના આભારી છીએ.

Back to top button