મહાશિવરાત્રિ પહેલા બે મોટા ગ્રહ એકસાથેઃ આ રાશિઓને થશે અસર
મહાશિવરાત્રિ એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ સુર્ય મકર રાશિમાંથી નીકળીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરવાથી પિતા અને પુત્ર એક સાથે એક જ રાશિમાં આવી જશે. શનિ અને સુર્યની આ યુતિ કેટલીક રાશિઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. તો કેટલીક રાશિઓ માટે આ યુતિ સારી રહેશે. ત્યારબાદ બુધ પણ ફેબ્રુઆરી મહિનાના અંતમાં આ રાશિમાં જશે. કુંભમાં સુર્ય, શનિ અને બુધના આવવાથી કેટલીક રાશિઓ પ્રભાવિત થશે.
આ યુતિનો સૌથી વધુ પ્રભાવ કુંભ રાશિએ સહન કરવો પડશે. આ રાશિમાં હલચલ થતી રહેશે. ખાસ કરીને આ રાશિના લોકોએ ધનની બાબતમાં થોડા સતર્ક રહેવુ પડશે. આ રાશિના લોકોને કોઇ પણ નાણાં ઇન્વેસ્ટ કરવાની બાબતમાં એક્સપર્ટની સલાહ લેવી પડશે. પોતાના પાર્ટનર સાથે પણ ચડસાચડસી કે દલીલો કરવાથી બચજો. આ રાશિ ઉપરાંત કર્ક રાશિના લોકો પણ આ યુતિથી પ્રભાવિત રહેશે. આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપવાથી બચવુ પડશે અને વાહન પણ સાચવીને ચલાવવું. ખાસ કરીને ધનના રોકાણની બાબતમાં ધ્યાન રાખવુ. તમારી વસ્તુઓનું ધ્યાન રાખવુ તમારી પ્રાથમિકતા હોવી જોઇએ.
આ પણ વાંચોઃ આખરે પ્રિયંકાની દીકરીનો ફર્સ્ટ ફોટો થયો વાયરલ, તમે પણ જોઇ લો