નેશનલ

દેશમાં બે લાખ સહકારી મંડળીઓ બનશે, વાઈબ્રન્ટ વિલેજ યોજનાને પણ મંજુરી : મંત્રી અનુરાગ ઠાકુર

Text To Speech

આજે મળેલી કેબિનેટ બેઠકમા અનેક મહત્વના અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે કેન્દ્રીય કેબિનેટે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ નામની યોજનાને પણ મંજૂરી આપી છે. તે કેન્દ્રીય યોજના છે જે નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 માટે ચલાવવામાં આવશે. આ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સીમાઓ પર આવેલા ગામડાંઓનો વિકાસ કરવામાં આવશે.

2 લાખ સહકારી સમિતિ બનાવવામાં આવશે

આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણયોની માહિતી આપતા કહ્યું કે સરકારે દેશમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને તેની પહોંચ વધારવા માટે મંજૂરી આપી છે. અને સરકારે આગામી પાંચ વર્ષમાં લગભગ બે લાખ બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી સંસ્થાઓ સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ યોજના માટે કેનદ્રએ આટલા રુપિયાની કરી ફાળવણી

અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે કેન્દ્રીય કેબિનેટે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ નામની યોજનાને પણ મંજૂરી આપી છે. આ કેન્દ્રીય યોજનાને નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 માટે ચલાવવામાં આવશે. આ યોજના માટે કેન્દ્ર દ્વારા લગભગ 4800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ITBPની 7 નવી બટાલિયનની સ્થાપના કરવામાં આવશે

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 7 નવી ITBP બટાલિયન અને ઓપરેશનલ બેઝની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. નવા સ્થપાયેલા એકમોમાં લગભગ 9400 જવાનોની નિમણૂક કરવામાં આવશે. જેમને ભારત-ચીન સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે.

આ પણ વાંચો : બજેટની સામાન્યસભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યુ- “અમને પાલિકા કમિશ્નર ઓળખતા પણ નથી”

Back to top button