15 ઓગસ્ટઉત્તર ગુજરાત

ડીસામાં યોજાઇ બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર શનિવારે દેશભક્તિના રંગમાં રંગાયું હતું. શહેરમાં બે કિલોમીટરથી પણ લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના સ્વાતંત્ર્ય પર્વના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઇને આજથી દેશભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે ડીસા શહેરમાં સરકારી ઇમારતો, વેપારી પ્રતિષ્ઠાનો તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ પોતાના મકાનો ઉપર તિરંગો ફરકાવીને દેશભક્તિ પ્રદર્શિત કરી હતી. જ્યારે શહેરની એસ.સી. ડબલ્યુ. હાઇસ્કુલ અને ડીસા કોલેજના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ હાથમાં ત્રિરંગા લઈને મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ત્યારે સમગ્ર માર્ગ ઉપર તિરંગો લહેરાતા અદભુત દ્રશ્યો સર્જાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

છાત્રો હાથમાં તિરંગાને લઈને મા ભારતી ના જય ઘોષ સાથે રેલીમાં આગળ વધી રહ્યા હતા. તો ડી.જે. દ્વારા દેશભક્તિના સંગીતના સૂર માર્ગો પર રેલાયા હતા. જેને લઈને શહેરીજનોમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે સાઈબાબા મંદિર ખાતે પણ ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી ઘર તિરંગા ઝુંબેશ ચાલુ રહેનાર છે. અત્રેતનીય છે કે, ભારત- પાકિસ્તાન બોર્ડર ઉપર દેશના જવાનોએ તિરંગા યાત્રા યોજી હતી અને દેશના નાગરિકોને તિરંગા અભિયાનમાં જોડાવા જવાનોએ અપીલ કરી હતી.

પરમિશન રદ થતા ધ્વજ ફરકવાયો

ડીસા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ સંસ્થાને ડીસા એસડીએમ કચેરી દ્વારા ધ્વજવંદન સમારોહ યોજવાની અગાઉ મંજૂરી અપાઇ હતી. જે બાદમાં અચાનક જ રદ કરી દેવામાં આવી હતી. જેને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે શનિવારે સંસ્થા દ્વારા નિર્ધારિત કરાયેલા કાર્યક્રમ મુજબ રિસાલા ચોકમાં ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો પરમિશન શા માટે રદ કરવામાં આવી તેને લઈને હજુ સુધી તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે સંસ્થાના પ્રમુખ કિશોર દવેએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને અવરોધવા માટે તંત્ર દ્વારા અને રાજકીય રીતે પ્રયાસ થયો હતો. પરંતુ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દેશભક્તિના દર્શન કરાવ્યા છે.

Back to top button