ગુજરાત હાઈકોર્ટના બે જજ સુનાવણી દરમિયાન ઝઘડી પડ્યા
- ગુજરાત હાઈકોર્ટમાં કેસ અંગેના મતભેદને લઈને બે ન્યાયાધીશો વચ્ચે ઉગ્ર દલીલ થઈ
- સમગ્ર ચર્ચા કોર્ટ રૂમમાં લગાવેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ
ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ દરમિયાન બે જજ એકબીજા સાથે ઝઘડી પડતા થતા વિચિત્ર વાતાવરણ સર્જાયું હતું.જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ વચ્ચે સોમવારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ જસ્ટિસ મૌના એમ. ભટ્ટ સાથે ઉગ્ર બોલાચાલી કરનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે આજે વકીલો અને સ્ટાફ સભ્યોની હાજરીમાં ખુલ્લી કોર્ટમાં તેમની માફી માંગી છે.
હિન્દી સમાચાર ચેનલ ઈન્ડિયા ટીવીના અહેવાલ અનુસાર, બંને જજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બધું લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ વચ્ચેની આ ઉગ્ર ચર્ચા સોમવારે કોર્ટ રૂમની અંદર થઈ હતી અને આ સમગ્ર ચર્ચા કોર્ટ રૂમમાં લગાવેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ગુજરાત હાઈકોર્ટની તમામ બેન્ચની સુનાવણીને તેની યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવી હતી અને લાઈવ સ્ટ્રીમ દરમિયાન થયેલી સમગ્ર ચર્ચા યુટ્યુબ ચેનલ પર જોવા મળી હતી. જો કે બે ન્યાયાધીશો વચ્ચેના ઝઘડાને કેપ્ચર કરતો લાઇવ-સ્ટ્રીમ વીડિયો ત્યારથી યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં બંને જજો વચ્ચે બોલાચાલી બાદ સુનાવણી પણ મોકૂફ રાખવામાં આવી હતી.
Heated exchange between Gujarat High Court judges in open court on Monday and the hearing stopped midway! pic.twitter.com/ci9rRUappG
— WorldSoHigh🪷 (@KhataPitaPeople) October 24, 2023
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જસ્ટિસ વૈષ્ણવ એક આદેશ પસાર કરતા જોવા મળે છે જેમાં જસ્ટિસ ભટ્ટ જસ્ટિસ વૈષ્ણવ સાથે અસંમત જોવા મળે છે. આના પર જસ્ટિસ વૈષ્ણવને એમ કહેતા સાંભળી શકાય છે કે, તો તમે અલગ છો. અમે એકબીજાથી અલગ છીએ, અમે બીજામાં અલગ હોઈ શકીએ છીએ. ત્યારે જસ્ટિસ ભટ્ટે કહ્યું, તે અલગ થવાનો પ્રશ્ન નથી. જેના જવાબમાં જસ્ટિસ બિરેને કહ્યું, તો તમે બડબડાટ કરશો નહીં, તમે અલગ ઓર્ડર પાસ કરો. અમે વધુ કેસ નથી લઈ રહ્યા. ત્યારપછી તે ઉઠ્યા અને કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયા હતા અને કહ્યું કે બેંચ વધુ મામલાની સુનાવણી નહી કરે. કોર્ટ રૂમની અંદર ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશો વચ્ચે થયેલી ગરમાગરમી કોર્ટ રૂમમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.
જાન્યુઆરી 2016માં સુપ્રીમ કોર્ટમાં આવી જ એક ઘટના બની હતી જ્યારે જસ્ટિસ એમવાય ઈકબાલ અને અરુણ મિશ્રા વચ્ચે એક કેસને લઈને ઉગ્ર દલીલ થઈ હતી.
આ પણ વાંચો, અમદાવાદની સાબરમતી જેલમાં સુરંગકાંડ કેસમાં આજે થશે સુનાવણી