ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ, ટૂરિસ્ટ પ્લેસ પર સર્જાઈ દુર્ઘટના

Text To Speech

એડિનબર્ગ (સ્કોટલેન્ડ), 19 એપ્રિલ: અમેરિકા બાદ હવે સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. બંને વિદ્યાર્થીઓની ઉંમર 26 અને 22 વર્ષની હતી. બંને વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે. સ્કોટલેન્ડના પ્રવાસન સ્થળ પર ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બુધવારે રાત્રે બંનેના મૃતદેહ તુમેલ વૉટરફોલમાંથી મળી આવ્યા હતા. આ ધોધ સ્કોટલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં છે જ્યાં ગેરી અને તુમેલ નદીઓ મળે છે. આ વિદ્યાર્થીઓ અન્ય ચાર મિત્રો સાથે પ્રવાસન સ્થળની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

બે ભારતીય વિદ્યાર્થીઓ ડૂબી જતા મૃત્યુ પામ્યા

મળતી માહિતી મુજબ ચાર મિત્રો ટ્રેકિંગ માટે વૉટરફોલ તરફ ગયા હતા. આ દરમિયાન બે વિદ્યાર્થીઓ પાણીમાં પડી ગયા હતા અને ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. મૃતક વિદ્યાર્થીઓના મિત્રોએ ઇમરજન્સી સર્વિસને ફોન કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનો ભોગ બનેલા બંને વિદ્યાર્થીઓ સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ ડંડીમાંથી માસ્ટર્સ કરી રહ્યા હતા. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, બુધવારની રાત્રે 26 વર્ષીય જીતેન્દ્રનાથ કરુતુરી અને 22 વર્ષીય ચાણક્ય બોલિસેટ્ટી તુમેલના લિનમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે, આ સિવાય બીજું કોઈ કારણ જણાતું નથી. આ દુર્ઘટના બાદ ડંડી યુનિવર્સિટીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

મૃતદેહને ભારત મોકલવામાં આવશે

લંડનમાં ભારતીય હાઈ કમિશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે બે વિદ્યાર્થીઓના મૃતદેહ ધોધમાંથી મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય કોન્સ્યુલેટ જનરલે બંને વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કર્યો છે. દૂતાવાસના પ્રતિનિધિએ બ્રિટનમાં રહેતા એક વિદ્યાર્થીને પણ મળ્યા છે. શુક્રવારે બંને વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તે પછી અધિકારીએ આ પછી મૃતદેહોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા, કારમાંથી મળ્યો મૃતદેહ

Back to top button