ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત મનપાના મહત્વના બે મોટા નિર્ણયો : જાહેરમાં ઘાસચારો વેચવા તેમજ કચરો ફેંકવા પર લગાવ્યો પ્રતિબંધ

સુરત શહેરમાં સ્વચ્છતા મુદ્દે સુરત મહાનગર પાલિકા દ્વારા બે મહત્વનાં નિર્ણયો લેવાયા છે. એક તરફ જ્યારે રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે અને રખડતા ઢોરના કારણે રાજ્યમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે અને સ્વચ્છતાના લીધે પણ શહેરમાં ઘણી બીમારીઓ થાય છે, તેથી આ ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે SP ઓફિસની લીધી ઓચિંતી મુલાકાત, અધિકારીઓ સાથે કરી વાતચીત

સુરતમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ 

તાજેતરમાં જ સુરત પોલીસ કમિશનરે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સુરત શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુક્યો છે, આ સાથે જ શહેરમાં જાહેરમાં કચરો ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.  તારીખ 17 -12-2022 થી 14 -2-2023 સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. જેના કારણે હવે જાહેર રસ્તા ઉપર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કચરો ફેંકનાર પર CCTV કેમેરા રાખશે નજર

આ સિવાય સુરત શહેરમાં હવે જાહેરમાં કચરો ફેંકવા પર ભારે દંડ વસૂલવામાં આવશે. હવેથી શહેરમાં કચરો ફેંકનાર પર CCTV કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં આ અંગે 2500 કેમેરાથી નજર રાખવામાં આવશે. ખાસ કરીને મનપા દ્વારા સ્લમ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે આ નવો રોડ મેપ તૈયાર કરાયો છે.

બે દિવસમાં 2.94 લાખ દંડ વસૂલાયો

સ્લમ સહિતના વિસ્તારોમાં પાલિકા કમિશનરે તમામ ઝોનલ ઓફિસરો, એક્ઝિક્યુટીવને પણ આવા સ્થાનો પર દોડતાં કરી દીધાં છે. મહત્વની બાબત એ છે કે શહેરને ગંદુ કરનારા સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને દંડનિય કાર્યવાહી તેજ બનાવી છે. છેલ્લા બે જ દિવસમાં કુલ 2954 લોકોને ઝડપી પાડી રૂપિયા 2.94 લાખ દંડ વસૂલાયો છે. શહેરને ગંદુ કરનારા સામે 50થી 5 હજાર સુધીનો દંડ વસૂલાઇ રહ્યો છે.

સી એન્ડ ડી વેસ્ટ માટે 5 હજાર દંડ લેવામાં આવી રહ્યો છે

આ ઉપરાંત સી એન્ડ ડી વેસ્ટ માટે 5 હજાર દંડ લેવામાં આવે છે. તમામ ઝોનમાં એન્ફોર્સમેન્ટ માટે સ્ક્વોડ બનાવાઇ છે તેમજ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેના 2500 કેમેરા થી કચરો ફેંકનારાઓના વીડિયો, ફોટોને ઝોનમાં મોકલી કચરું ફેંકનારાને શોધી દંડ વસૂલવાની કડક શરૂઆત કરાઈ છે. કેમેરા ની પણ મદદ લેવાઇ રહી હોય કચરું ફેંકનારા વધુ પડકાશે.

Back to top button