ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટની PDU મેડિકલ કોલેજના 200 વિદ્યાર્થીઓ 15 દિવસ માટે સસ્પેન્ડ,જાણો કારણ

  • MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સસ્પેન્ડ
  • 200 વિદ્યાર્થી 15 દિવસ માટે સસ્પેન્ડ કરાયા
  • ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ કર્યો હતો હોબાળો

રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટની PDU મેડિકલ કોલેજના MBBSના ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. PDU મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીને પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી 15 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. સાથે તમામ પર 15 દિવસ સુધી કોલેજ અને હોસ્ટેલના કેમ્પસમાં પણ પ્રવેશબંધી લગાવી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા, હોસ્ટેલમાં પણ પ્રવેશબંધી

અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન કરવા બદલ રાજકોટની PDU મેડિકલ કોલેજના MBBSના ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 200 વિદ્યાર્થીને પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી 15 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.સાથે તમામ પર 15 દિવસ સુધી કોલેજ અને હોસ્ટેલના કેમ્પસમાં પણ પ્રવેશબંધી લગાવી દેવામાં આવી છે.જો કે,સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ગત 20 તારીખે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું.જેથી આ મામલે કોલેજના ડીન દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમામ વિદ્યાર્થીઓને આ વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ : આજે તમે AMTS- BRTSમાં મુસાફરી કરવાના છો તો ખાસ વાંચો, આટલા રૂટ છે બંધ

RAJKO MADICAL COLLAGE- humdekhenge news

શું હતી સમગ્ર ઘટના
20મી જુલાઈએ વરસાદ આવતો હોવાથી વિદ્યાર્થીઓએ લેક્ચર નહીં લેવા જણાવ્યું હતું. પરંતુ લેક્ચર લેનાર પ્રોફેસરે હવે વરસાદ બંધ થઇ ગયો હોવાથી લેક્ચર ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને અધ્યાપક વચ્ચે બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ લેક્ચર સામે બેજવાબદારીભર્યું વર્તન કર્યું હતું. જેથી કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

શિસ્તભંગ અને માનભંગ થાય તેવા શબ્દોનું કર્યું હતું ઉચ્ચારણ
આ મામલે પી.ડી.યુ મેડિકલ કોલેજના ડીન દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ‘સંસ્થા ખાતે તૃતિય વર્ષ પાર્ટ – 1 અભિષેક શર્મા બેંચમાં પી.એસ.એમ વિષયના લેક્ચર તા.20/07/2023ના રોજ બપોરે 3:00થી 4:00 વાગ્યા સુધી ડો.રૂજલ ભીતોરા, પી.એસ.એમ વિભાગ લેક્ચર લેવામાં આવેલા. જેમાં વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ આપવા છતાં પણ તેમના દ્વારા શિસ્તભંગ અને માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ તેમજ લેક્ચર શરૂ ન કરવા માટે ગંભીર રીતે ખલેલ પહોંચાડવામાં આવેલ.’ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ પ્રકારનું બિનજવાબદારીભર્યું વર્તન તથા ગેરશિસ્તના કારણોસર તમામ વિદ્યાર્થીઓને દિન-15 31/07/2023થી 14/08/2023 સુધી પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તથા વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કોલેજ કેમ્પસની એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : અમરનાથ યાત્રિકોને મહારાષ્ટ્રમાં નડ્યો અકસ્માત, મધરાત્રે બે ખાનગી બસો અથડાતા 6ના મોત, 21ને ઈજા

Back to top button