ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં ભારે વરસાદના પગલે બેકરી કુવા વિસ્તારમાં બે મકાનો ધરાશાયી

Text To Speech

પાલનપુર, 05 સપ્ટેમ્બર 2024, ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતા. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે બેકરી કુવા વિસ્તારમાં મુશળધાર વરસાદને પગલે એક ગરીબ પરિવારના બે મકાનો ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા
જ્યારે મકાનો ધરાશાયી થયાના સમાચાર મળતાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત વોર્ડ નં 2 ના સદસ્ય ચાર્મીબેન શાહના પતિ ચકાભાઈ શાહ અને વોર્ડ નં 3ના સદસ્ય છાયાબેનના પતિ ભરતભાઈ નાઈ સાથે સેનિટેશન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા. મકાન ધરાશાયી થતાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા ગરીબ પરીવારને સરકાર દ્વારા મદદરૂપ થાય તે માટે સરકારમાં રીપોર્ટ કરવા માટે પાલિકાના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. ડીસા શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃબનાસકાંઠામાં ધોધમાર વરસાદ, ડીસામાં ચાર કલાકમાં પોણા ત્રણ ઇંચ ખાબક્યો

Back to top button